નોટિફિકેશનની પસંદગી બે જગ્યાએ બદલી શકાય છે: તમારાં ફોન સેટિંગ અને WhatsApp સેટિંગમાં.
તમારા ફોનનાં સેટિંગમાંથી નોટિફિકેશન બદલવાં
- તમારા ફોનનાં સેટિંગમાં જાઓ.
- ઍપ અને નોટિફિકેશન > WhatsApp > નોટિફિકેશન પર દબાવો.
- મોટા ભાગના ફોન પર તમારી પાસે આ વિકલ્પો હશે:
- તમારા ફોનના સ્ટેટસ બારમાં નોટિફિકેશન ન જોવા હોય, તો WhatsApp આઇકન સહિત બધાં નોટિફિકેશનને બ્લોક કરો.
- જો તમારે અવાજ, વાઇબ્રેશન ન જોઈતું હોય કે ઉપર દેખાતાં (પીકિંગ) નોટિફિકેશન ન જોવા હોય, તો નોટિફિકેશનને સાઇલન્ટ કરો. પીકિંગ નોટિફિકેશન એ Androidની એવી સુવિધા છે જે તમારી સ્ક્રીનની ટોચ પર તમે જ્યારે ફોન વાપરી રહ્યા હો, ત્યારે નોટિફિકેશનને બતાવે છે.
- લૉક સ્ક્રીન પર સંવેદનશીલ મેસેજનું લખાણ નોટિફિકેશનમાં દેખાવાથી રોકો.
- Android 8 અને તેનાં પછીનાં વર્ઝન પર પસંદગી પ્રમાણે નોટિફિકેશન સેટ કરવા તમે નોટિફિકેશનના પ્રકારો વાપરી શકો છો.
નોંધ: તમારા ફોનમાં સેટિંગ > અવાજ પર જઈને પણ તમે નોટિફિકેશનનો અવાજ સેટ કરી શકો છો.
WhatsApp સેટિંગમાંથી નોટિફિકેશન બદલવાં
- WhatsApp ખોલો.
- વધુ વિકલ્પો
> સેટિંગ > નોટિફિકેશન
પર દબાવો.
- નીચેના વિકલ્પો પસંદ કરીને તમે મેસેજ, ગ્રૂપ અને કૉલનાં નોટિફિકેશન બદલી શકો છો:
- વાતચીત દરમિયાન આવતા કે જતા મેસેજ માટે ટોન ચાલુ કે બંધ રાખવી.
- નોટિફિકેશનની ટોન કે રિંગટોન.
- વાઇબ્રેશનનો સમયગાળો.
- તમે Android 9 અને તેનાં પછીનાં વર્ઝન પર પોપઅપ નોટિફિકેશન જોવા છે કે નહિ તે પસંદ કરી શકો છો. આ સુવિધા ચાલુ કરવાથી નોટિફિકેશન તમારી સ્ક્રીનની વચ્ચે દેખાશે.
- સપોર્ટ ધરાવતા ફોન પર નોટિફિકેશનની લાઇટનો રંગ.
- Android 5 અને તેનાં પછીનાં વર્ઝન પર વધુ પ્રાથમિકતાવાળા નોટિફિકેશન વાપરવા કે નહિ. આ સુવિધા ચાલુ કરવાથી તમારી સ્ક્રીનની ટોચ પર લખાણના અંશ સાથે નોટિફિકેશન દેખાશે અને આને તમે પીકિંગ નોટિફિકેશન બંધ કરવા વાપરી શકો છો. વધુ પ્રાથમિકતાવાળા નોટિફિકેશન બંધ કરવાથી નોટિફિકેશન લિસ્ટમાં WhatsApp નોટિફિકેશન નીચે દેખાશે.
નોંધ: જો તમારે નોટિફિકેશન સેટિંગ રિસેટ કરવાં હોય, તો વધુ વિકલ્પો
> નોટિફિકેશન સેટિંગ રિસેટ કરો > રિસેટ કરો પર દબાવો.
વ્યક્તિગત ચેટ કે ગ્રૂપ માટે મનગમતાં નોટિફિકેશન
- કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
- સંપર્ક કે ગ્રૂપના નામ પર દબાવો.
- મનગમતાં નોટિફિકેશન પર દબાવો.
- મનગમતાં નોટિફિકેશન વાપરો પર ટિક કરો.
- અહીં તમે નીચેના વિકલ્પોમાંથી પસંદ કરી શકશો:
- નોટિફિકેશન ટોન.
- વાઇબ્રેશનનો સમયગાળો.
- Android 9 અને તેનાં પછીનાં વર્ઝન પર પોપઅપ નોટિફિકેશન જોવા છે કે નહિ.
- સપોર્ટ ધરાવતા ફોન પર નોટિફિકેશનની લાઇટનો રંગ.
- Android 5 અને તેનાં પછીનાં વર્ઝન પર વધુ પ્રાથમિકતાવાળા નોટિફિકેશન વાપરવા કે નહિ.
નોંધ: જો તમારે નોટિફિકેશન સેટિંગ રિસેટ કરવાં હોય, તો વધુ વિકલ્પો
> નોટિફિકેશન સેટિંગ રિસેટ કરો પર દબાવો.