Opera પર નોટિફિકેશન મેળવી શકાતાં નથી
જો તમે WhatsApp વેબ પર નોટિફિકેશન મેળવી શકતા ન હો, તો ખાતરી કરો કે તમારા બ્રાઉઝરમાં નોટિફિકેશન ચાલુ કરેલા છે.
નોટિફિકેશન ચાલુ કરો
- તમારા બ્રાઉઝરમાં, તમારા ચેટ લિસ્ટની ઉપર વાદળી રંગના પટ્ટાની અંદર ડેસ્કટોપ નોટિફિકેશન ચાલુ કરો પર ક્લિક કરો.
- સ્ક્રીન પર આવતી સૂચના પ્રમાણે કરો.
નોંધ: જો તમને વાદળી પટ્ટો ન દેખાય, તો પેજ રિફ્રેશ કરો. જો તમને હજુ પણ પટ્ટો ન દેખાય, તો કદાચ તમે તમારા WhatsApp સેટિંગમાં નોટિફિકેશનને મ્યૂટ કે બંધ કર્યાં હશે.
નોટિફિકેશનને અનબ્લૉક કરો
- તમારા બ્રાઉઝરમાં સરળ સેટઅપની નિશાની પર ક્લિક કરીને > બ્રાઉઝર સેટિંગ પર જાઓ.
- વૈકલ્પિક રીતે, Opera > સેટિંગ પર ક્લિક કરો.
- વિગતવાર > પ્રાઇવસી અને સુરક્ષા > સાઇટ સેટિંગ > નોટિફિકેશન પર ક્લિક કરો.
- જો "https://web.whatsapp.com" બ્લૉક કરેલી વેબસાઇટની યાદીમાં હોય, તો તેની બાજુની વધુની નિશાની પર દબાવીને પરવાનગી આપો.
વૈકલ્પિક રીતે, "web.whatsapp.com" ની બાજુની લૉકની નિશાની પર ક્લિક કરો. જો નોટિફિકેશનની બાજુનું ડ્રોપડાઉન બ્લૉક પર સેટ હોય, તો તેને બદલીને પરવાનગી આપો પર રાખો.
સંબંધિત લેખો:
- WhatsApp વેબ કે ડેસ્કટોપ પર નોટિફિકેશનમાં ફેરફાર કેવી રીતે કરવો
- Chrome | Firefox | Microsoft Edge | Safari પર નોટિફિકેશન મેળવી શકાતાં નથી