Microsoft Edge પર નોટિફિકેશન મેળવી શકાતાં નથી
જો તમે WhatsApp વેબ પર નોટિફિકેશન મેળવી શકતા ન હો, તો ખાતરી કરો કે તમારા બ્રાઉઝરમાં નોટિફિકેશન ચાલુ કરેલા છે.
નોટિફિકેશન ચાલુ કરવા માટે
- તમારા બ્રાઉઝરમાં, તમારા ચેટ લિસ્ટની ઉપર વાદળી રંગના પટ્ટાની અંદર ડેસ્કટોપ નોટિફિકેશન ચાલુ કરો પર ક્લિક કરો.
- સ્ક્રીન પર આવતી સૂચના પ્રમાણે કરો.
નોંધ: જો તમને વાદળી પટ્ટો ન દેખાય, તો પેજ રિફ્રેશ કરો. જો તમને હજુ પણ પટ્ટો ન દેખાય, તો કદાચ તમે તમારા WhatsApp સેટિંગમાં નોટિફિકેશનને મ્યૂટ કે બંધ કર્યાં હશે.
નોટિફિકેશનને અનબ્લૉક કરો
- તમારા બ્રાઉઝરમાં વધુની નિશાની પર ક્લિક કરીને > સેટિંગ > સાઇટ પરવાનગીઓ > નોટિફિકેશન પર જાઓ.
- જો "https://web.whatsapp.com" પ્રતિબંધિત વેબસાઇટની યાદીમાં હોય, તો તેની બાજુની વધુની નિશાની પર ક્લિક કરીને > પરવાનગી આપો.
સંબંધિત લેખો:
- WhatsApp વેબ કે ડેસ્કટોપ પર નોટિફિકેશનમાં કેવી રીતે ફેરફાર કરવો
- Chrome | Firefox | Opera | Safari પર નોટિફિકેશન મેળવી શકાતાં નથી