તમે શા માટે WhatsApp વેબ કે ડેસ્કટોપ પર મેસેજ મેળવી કે મોકલી નથી શકતા એની પાછળનાં સામાન્ય કારણોમાં તમારાં ફોન, કમ્પ્યૂટર કે વાઇ-ફાઇ કનેક્શનમાં સમસ્યા હોઈ શકે છે.
જો તમે તમારા ફોન પરથી WhatsApp પર મેસેજ મોકલી કે મેળવી શકતા ન હો, તો તમે WhatsApp વેબ કે ડેસ્કટોપને તમારા કમ્પ્યૂટર પર વાપરી નહિ શકો. તમારા ફોન પર WhatsApp ખોલો અને મેસેજ મોકલવાનો પ્રયત્ન કરો. જો તમે આ કરી ન શકો, તો Android | iPhone પર તમે કેવી રીતે ફોનના કનેક્શનની સમસ્યાનો ઉકેલ લાવી શકો તેના વિશે વધુ શીખો
જો તમે તમારા ફોન પરથી WhatsApp મેસેજ મોકલી શકતા હો, તો તમારા કમ્પ્યૂટર પર WhatsApp વેબ કે ડેસ્કટોપનો ફરી ઉપયોગ કરી જુઓ. જો તમને હજી પણ મેસેજ મોકલવા કે મેળવવામાં સમસ્યા આવતી હોય, તો કદાચ તમારા કમ્પ્યૂટરમાં કનેક્શનની સમસ્યા હોઈ શકે છે.
તમારા ફોન પર WhatsApp વેબ કે ડેસ્કટોપનો ઉપયોગ કરવા માટે તમારા કમ્પ્યૂટર પર સારી ગુણવત્તાવાળું અને સ્થાયી ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. "કમ્પ્યૂટર સાથે કનેક્ટ નથી" આ ભૂલના મેસેજ સાથે જો તમને તમારા ચેટ લિસ્ટ ઉપર એક પીળો પટ્ટો દેખાય, તો તપાસીને ખાતરી કરો કે તમારા કમ્પ્યૂટરનું ઇન્ટરનેટ કનેક્શન એક્ટિવ છે. જો તમારા કમ્પ્યુટરનું ઇન્ટરનેટ કનેક્શન સામાન્ય રીતે ચાલતું હોય અને તમે હજી પણ મેસેજ મોકલી કે મેળવી શકતા ન હો અને તમે WhatsApp વેબ પર હો, તો એ પેજ રિફ્રેશ કરો અથવા છોડી દો અને જો તમે WhatsApp ડેસ્કટોપ ઍપ વાપરી રહ્યા હો, તો પ્રોગ્રામ ફરીથી ચાલુ કરો.
જો સમસ્યા આવતી રહે, તો WhatsApp વેબ અથવા ડેસ્કટોપ ઍપમાંથી લૉગ આઉટ કરી ફરીથી લૉગ ઇન કરવાનો પ્રયત્ન કરો, એમ કરવાનું તમે આ લેખમાં શીખી શકો છો.
નોંધ: WhatsApp વેબ માટે, તમારે Chrome, Firefox, Microsoft Edge, Opera અથવા Safariનું લેટેસ્ટ વર્ઝન વાપરવું જરૂરી છે. Internet Explorer જેવા બીજાં બ્રાઉઝર સપોર્ટ કરતા નથી.
જો તમે બીજા દ્વારા સંચાલિત વાઇ-ફાઇ નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા હો, જેમ કે કોઈ ઑફિસ, લાઇબ્રેરી કે યુનિવર્સીટી કેમ્પસમાં, તો તમારું નેટવર્ક WhatsApp વેબને પ્રતિબંધિત અથવા મર્યાદિત રાખવા માટે સેટ કરેલું હોઈ શકે. જો WhatsApp વેબ તરફથી તમને જાણ કરવામાં આવે કે તમે એવા વાઇ-ફાઇ નેટવર્ક ઉપર છો જે WhatsApp વેબને બરાબર રીતે ચાલતા રોકે છે, તો કૃપા કરીને ખાતરી કરો કે તમારું નેટવર્ક “web.whatsapp.com”, “.web.whatsapp.com” અથવા “.whatsapp.net”ના ટ્રાફિકને બાયપાસ કરવા માટે સેટ કરેલું હોય.