મને 'સંભવિત જોખમ મળ્યું' એવી ચેતવણી શા માટે દેખાઈ રહી છે?
જ્યારે લોકો વેબ પર WhatsApp વાપરે છે ત્યારે Code Verify એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનમાં સુરક્ષાનું વધારાનું સ્તર ઉમેરે છે. જો તમે Code Verify વેબ બ્રાઉઝર એક્સ્ટેન્શન ડાઉનલોડ કર્યું હોય, તો તમને “અન્ય બ્રાઉઝર એક્સ્ટેન્શનને કારણે પેજને ચકાસી શકાતું નથી. અન્ય એક્સ્ટેન્શનને થોભાવવાનું અને ફરીથી ચાલુ કરવાનો પ્રયત્ન કરો.” એવી ચેતવણી દેખાઈ શકે છે. આ નીચેના કારણોથી થઈ શકે છે:
- તમે કોઈ બીજું એક્સ્ટેન્શન ઇન્સ્ટોલ કરેલું હોય જેના કારણે અમને પેજ ચકાસવામાં દખલ થઈ રહી હોય.
- તમે WhatsApp વેબ પર જુઓ છો એવા તમારા અન્ય સક્રિય બ્રાઉઝર એક્સ્ટેન્શન તે કન્ટેન્ટ વાંચવા કે તેમાં ફેરફાર કરવામાં સક્ષમ હોઈ શકે છે. WhatsApp વેબ પર તમારા મેસેજની સુરક્ષા સુનિશ્ચિત કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે આ ચેતવણીનું કારણ બને તેવા કોઈ પણ એક્સ્ટેન્શનને બંધ કરવા.
સમસ્યાનો ઉકેલ લાવવા માટે:
- ફરીથી ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થતી વખતે તમારા અન્ય એક્સ્ટેન્શનને થોભાવવાનો પ્રયત્ન કરો અને તે પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી તમારા અન્ય એક્સ્ટેન્શનને ફરી શરૂ કરવાનો પ્રયત્ન કરો. ચેતવણી દૂર કરવા માટે તમારે કદાચ WhatsApp વેબને ફરીથી લોડ કરવું પડશે.
- જો હજી પણ ભૂલ આવે, તો પેજનો ઉપયોગ કરતી વખતે તમને ખાતરી ન હોય તેવા કોઈ પણ એક્સ્ટેન્શનને બંધ કરો. ચેતવણી દૂર કરવા માટે તમારે કદાચ WhatsApp વેબને ફરીથી લોડ કરવું પડશે.
- જો તમે તમારા અન્ય સક્રિય એક્સ્ટેન્શન પર વિશ્વાસ કરો છો, તો કોઈ પગલાં લેવાની જરૂર નથી.
સંબંધિત લેખો:
- Code Verify વિશે
- મને નેટવર્ક જતું રહ્યું છે એવી ગડબડ શા માટે દેખાઈ રહી છે?
- મને ચકાસણી ન થવાને લગતી ચેતવણી શા માટે દેખાઈ રહી છે?