'નેટવર્ક જતું રહ્યું છે' એવી ગડબડ શા માટે દેખાઈ રહી છે?
જ્યારે લોકો વેબ પર WhatsApp વાપરે છે ત્યારે Code Verify એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનમાં સુરક્ષાનું વધારાનું સ્તર ઉમેરે છે. જો તમે Code Verify વેબ બ્રાઉઝર એક્સ્ટેન્શન ડાઉનલોડ કર્યું હોય, તો તમને “નેટવર્ક જતું રહ્યું. આ પેજની ચકાસણી કરી શકાતી નથી.” એવી ચેતવણી દેખાઈ શકે છે. આ નીચેના કારણોથી થઈ શકે છે:
- તમારું ઇન્ટરનેટ કનેક્શન વ્યવસ્થિત કામ ન કરી રહ્યું હોય.
- કોઈ વસ્તુની ચકાસણીમાં વિક્ષેપ પાડી રહ્યું હોય.
સમસ્યાનો ઉકેલ લાવવા માટે:
- પેજને ફરીથી લોડ કરો અને એક્સ્ટેન્શન ફરીથી ખોલો.
- બીજા વાઇ-ફાઇ નેટવર્કથી કનેક્ટ કરવાનો પ્રયત્ન કરો.
- ફરીથી ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થતી વખતે તમારા અન્ય એક્સ્ટેન્શનને થોભાવવાનો પ્રયત્ન કરો અને તે પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી તમારા અન્ય એક્સ્ટેન્શનને ફરી શરૂ કરવાનો પ્રયત્ન કરો. ચેતવણી દૂર કરવા માટે તમારે કદાચ WhatsApp વેબને ફરીથી લોડ કરવું પડશે.
- જો હજી પણ ચેતવણી આવે, તો સાવધાની સાથે આગળ વધો અને WhatsApp વેબમાંથી લોગ આઉટ થઈ અને તમારા મોબાઇલ ડિવાઇસ પરથી WhatsApp વાપરવાનું વિચારો કેમ કે વેબ પરના તમારા મેસેજ હવે પ્રાઇવેટ રહેશે નહિ.
સંબંધિત લેખો:
- Code Verify વિશે
- મને સંભવિત જોખમ મળ્યું એવી ચેતવણી શા માટે દેખાઈ રહી છે?
- મને ચકાસણી ન થવાને લગતી ચેતવણી શા માટે દેખાઈ રહી છે?