Code Verify વિશે
જ્યારે લોકો વેબ પર WhatsApp વાપરે છે ત્યારે Code Verify એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનમાં સુરક્ષાનું વધારાનું સ્તર ઉમેરે છે.
જ્યારે તમે પ્રમાણિત Google Chrome, Mozilla Firefox અને Microsoft Edge બ્રાઉઝર એક્સ્ટેન્શન સ્ટોર પરથી Code Verify વેબ બ્રાઉઝર એક્સ્ટેન્શન ડાઉનલોડ કરો છો, તો તે આપમેળે ચકાસે છે કે તમે WhatsApp વેબના પ્રમાણિત અને ચેડાં કર્યા વિનાના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છો કે નહિ. જેથી, તમે વિશ્વાસ રાખી શકો કે તમારા મેસેજ તમારી અને તમારી ઇચ્છિત વ્યક્તિઓ વચ્ચે જ રહે છે અને બીજું કોઈ તેને જોઈ શકતું નથી. જો એક્સ્ટેન્શનને એવી જાણ થાય કે તમે WhatsApp વેબ ચલાવવા માટે જે કોડનો ઉપયોગ કરી રહ્યાં છો તે કોડ અન્ય લોકો વાપરી રહ્યાં છે તેનાથી અલગ છે, તો એક્સ્ટેન્શન તમને સૂચિત કરે છે. જેથી કરીને તમે કોઈ પગલાં લઈ શકો.
Code Verify કેવી રીતે વાપરવું
શ્રેષ્ઠ વપરાશકર્તા અનુભવ માટે, Code Verify એક વાર ડાઉનલોડ થઈ જાય એટલે તમારા ટૂલબારમાં તે બ્રાઉઝર એક્સ્ટેન્શન પિન થયું છે તેની ખાતરી કરો. જેથી તમે એક્સ્ટેન્શન અને તેનું સ્ટેટસ સરળતાથી જોઈ શકો. પછી જ્યારે તમે WhatsApp વેબનો (web.whatsapp.com) ઉપયોગ કરો ત્યારે Code Verify આપમેળે ચાલુ થશે. જ્યારે એક્સ્ટેન્શન તમારા ટૂલબાર પર પિન કરવામાં આવે અને WhatsApp વેબ માટેનો કોડ સંપૂર્ણ રીતે માન્ય થઈ જાય, ત્યારે એક્સ્ટેન્શન ટૂલબાર પર લીલા રંગના વર્તુળમાં ચેક માર્ક બતાવશે, તેનાથી જાણી શકાય છે કે કોડ સંપૂર્ણ રીતે માન્ય થઈ ગયો છે.
જો એક્સ્ટેન્શન તમને જે કોડ આપવામાં આવી રહ્યો છે તેને માન્ય કરી શકતું ન હોય, તો તમને આ ત્રણમાંથી એક મેસેજ દેખાશે:
- નેટવર્ક જતું રહ્યું છે: જો તમારું નેટવર્ક જતું રહેવાને કારણે તમારું પેજ માન્ય કરી શકાતું નથી, તો તમારું Code Verify એક્સ્ટેન્શન પ્રશ્નાર્થ ચિહ્ન સાથે નારંગી રંગનું સર્કલ બતાવશે.
- કોઈ સંભવિત જોખમ મળ્યું: જો તમે કોઈ એક કે તેથી વધુ એક્સ્ટેન્શન ઇન્સ્ટોલ કર્યા હોય જેના કારણે અમને પેજની ખાતરી કરવામાં દખલ થઈ રહી હોય, તો તમારું Code Verify એક્સ્ટેન્શન પ્રશ્નાર્થ ચિહ્ન સાથે નારંગી રંગનું સર્કલ બતાવશે.
- ચકાસણી નિષ્ફ્ળ થઈ: જો એક્સ્ટેન્શનને એવી જાણ થાય કે તમે WhatsApp વેબ ચલાવવા માટે જે કોડનો ઉપયોગ કરી રહ્યાં છો તે કોડ અન્ય લોકો વાપરી રહ્યા છે તેનાથી અલગ છે, તો Code Verify આઇકન પાસે લાલ રંગનું આશ્ચર્ય ચિહ્ન બતાવશે.
જો તમે તમારા ટૂલબારમાં Code Verify એક્સ્ટેન્શન આઇકન પર ક્લિક કરો છો અને તે લીલું, નારંગી કે લાલ હોય, તો તમે વધુ માહિતી જોઈ શકશો અને જો કોઈ સમસ્યા લાગે તો, તમે તેનો ઉકેલ કેવી રીતે લાવી શકો તેના વિશે અહીં વધુ જાણી શકો છો. જો તમે સમસ્યાની વધુ તપાસ કરવા માગતા હો, તો તમે સૉર્સ કોડ પણ ડાઉનલોડ કરી શકશો.
નોંધ:- Code Verify બ્રાઉઝર એક્સ્ટેન્શન ફક્ત એ વાતની ખાતરી કરે છે કે WhatsApp વેબ પર રહેલો કોડ, અન્ય લોકો વાપરે છે તેના જેવો જ છે કે નહિ. તમે જે મેસેજ મોકલો છો કે મેળવો છો, એક્સ્ટેન્શન તે મેસેજને વાંચી કે તેમાં પ્રવેશ મેળવી શકશે નહિ અને તમે એક્સ્ટેન્શન ડાઉનલોડ કર્યું છે કે કેમ તેની અમને જાણ થશે નહિ.
- Code Verify બ્રાઉઝર એક્સ્ટેન્શનનું પર્ફોર્મન્સ તમે ઉપયોગ કરી રહ્યા છો તે અન્ય બ્રાઉઝર એક્સ્ટેન્શનને થોભાવવા કે બંધ કરવા પર આધારિત હોઈ શકે છે.
- Code Verify બ્રાઉઝર એક્સ્ટેન્શન WhatsApp વેબ માટે કોડની ચકાસણી કરે છે અને WhatsApp ડેસ્કટોપને અસર કરતું નથી.
- એક્સ્ટેન્શન કોઈ પણ ડેટા, મેટાડેટા કે વપરાશકર્તા ડેટાને લોગ કરતું નથી અને તે WhatsApp સાથે કોઈ પણ માહિતી શેર કરતું નથી. તમે જે મેસેજ મોકલો કે મેળવો છો તેને પણ વાંચી શકતું નથી કે તેમાં પ્રવેશ મેળવતું નથી.
સંબંધિત લેખો:
- Code Verify વેબ બ્રાઉઝર એક્સ્ટેન્શન કેવી રીતે ઇન્સ્ટોલ કરવું
- મને નેટવર્ક જતું રહ્યું છે એવી ગડબડ શા માટે દેખાઈ રહી છે?
- મને સંભવિત જોખમ મળ્યું એવી ચેતવણી શા માટે દેખાઈ રહી છે?
- મને ચકાસણી ન થવાને લગતી ચેતવણી શા માટે દેખાઈ રહી છે?