WhatsApp ડેસ્કટોપ ઍપને કેવી રીતે ડાઉનલોડ કરવી
WhatsAppને બ્રાઉઝર વગર સીધા તમારા ડેસ્કટોપ પરથી વાપરી શકાય છે. તમારા કમ્પ્યૂટર પર WhatsApp ઇન્સ્ટોલ કરવા માટે, એને Microsoft Store, Apple App Store અથવા WhatsApp વેબસાઇટ પરથી ડાઉનલોડ કરો. WhatsApp ડેસ્કટોપ ઍપ માત્ર એ કમ્પ્યૂટર પર ચાલશે જેના પર નીચે જણાવેલી ઓપરેટિંગ સિસ્ટમ હશે:
- Windows 8.1 કે તેનાથી નવી
- macOS 10.11 કે તેનાથી નવી
બીજી બધી ઓપરેટિંગ સિસ્ટમ માટે, તમે તમારા બ્રાઉઝર પર WhatsApp વેબ વાપરી શકો છો.
WhatsApp ડેસ્કટોપ ઍપ ડાઉનલોડ કરવા માટે
- તમારા કમ્પ્યૂટરના બ્રાઉઝરમાં, WhatsApp ડાઉનલોડ પેજ પર જાઓ, પછી .exe અથવા .dmg ફાઇલ ડાઉનલોડ કરો.
- એક વાર ડાઉનલોડ પૂરું થઈ જાય એ પછી, .exe અથવા .dmg ફાઇલ ખોલો અને ઇન્સ્ટોલેશન પૂરું કરવા માટે સ્ક્રીન પર આવતી સૂચના પ્રમાણે કરો.
સંબંધિત લેખો:
- WhatsApp વેબ અને ડેસ્કટોપ વિશે
- લોગ ઇન અથવા લોગ આઉટ કેવી રીતે કરવું
- WhatsApp વેબ અથવા ડેસ્કટોપ સાથે કનેક્ટ કરી શકાતું નથી