કોઈ ચેટમાં તમને પ્રાપ્ત થતી ઘણી લિંક માટે, તમને કોઈ શકાસ્પદ લિંક દર્શક જોવા મળી શકે છે. છે.
આ સૂચક ત્યારે દર્શિત થાય છે, જ્યારે કોઈ લિંકમાં અસામાન્ય ગણાતા અક્ષરોની જોડણીઓ આવેલ હોય. આ દર્શક ત્યારે દેખાય છેે, જ્યારે કોઈ લિંકમાં અસામાન્ય ગણાતા અક્ષરો આવેલા હોય. સ્પામ ઇમેઇલ મોકલનારાઓ કદાચ આવા અક્ષરો વાપરીને તમને બરાબર લાગતી વેબસાઇટ પર ટૅપ કરવા માટે છેતરી શકે, પરતું હકીકતમાં એ લિંક છેતરનાર સાઇટ પર લઈ જતી હોય છે.
અહીં એક શંકાસ્પદ લિંકનો નમૂનો છે:
https://ẉhatsapp.com/free-tickets
નોંધ: “w” જેવો દેખાતો પહેલો અક્ષર, હકીકતમાં “ẉ” અક્ષર નછી પરંતુ કેરેક્ટર છે, જે સ્પામ મોકલનારાઓ તમને છેતરીને WhatsApp જેવી દેખાતી, પણ હકીકતમાં તેનાથી સંકળાયેલ ન હોય તેવી વેબસાઈટ પર લઈ આવે છે.
આવી લિંક મેળવતી વખતે, ધ્યાનપૂર્વક એ મેસેજની વિષય સામગ્રીને વાંચી સમજી લેવી. જો તે લિંક શકાસ્પદ હશે, તો એના પર ટૅપ કરવાથી એ લિંકના અસામાન્ય અક્ષરોને હાયલાઇટ કરતો, એક ઉછળીને આવતો પૉપઅપ મેસેજ દેખાશેે. એ પછી તમે એ લિંક ખોલવી કે ચેટમાં પાછા ફરવું એ નક્કી કરી શકો છો.
WhatsApp આપોઆપ રીતે કોઈ લિંક શંકાસ્પદ છે કે કેમ એ નક્કી કરવા તપાસ કરે છે. તમારી સુરક્ષા માટે, આ તપાસ સંપૂર્ણ રીતે તમારા ડિવાઇસ પર કરવામાં આવે છે, અને શરુઆતથી અંત સુધી સુરક્ષિત હોવાને કારણે WhatsApp તમારા મેસેજની વિગતો જોઈ શકતું નથી.
WhatsApp પર સલામતી વિશે વધુ માહિતી માટે, આ લેખ વાંચો.