કેટલોગ કેવી રીતે બનાવવું અને જાળવવું
અપ-ટૂ-ડેટ રાખેલું કેટલોગ તમારા ગ્રાહકો માટે તમારા બિઝનેસ સાથે જોડાયેલા રહેવાનું વધુ સરળ બનાવે છે. વધુમાં તે તમારી નવી પ્રોડક્ટ અને સેવાઓ દર્શાવવાની સુવિધા પણ આપે છે.
કોઈ પ્રોડક્ટ કે સેવા ઉમેરો
તમારા કેટલોગમાં કોઈ પ્રોડક્ટ કે સેવા ઉમેરવા માટે:
- WhatsApp Business ઍપ ખોલો.
- તમારા ચેટ લિસ્ટમાં સૌથી ઉપર વધુ
| > કેટલોગ પર ક્લિક કરો. - નવી વસ્તુ ઉમેરો પર ક્લિક કરો.
- તમારી ફાઇલમાંથી ફોટા અપલોડ કરવા માટે ફોટા ઉમેરો પર ક્લિક કરો. તમે વધુમાં વધુ 10 ફોટા ઉમેરી શકો છો.
- પ્રોડક્ટ કે સેવાને કોઈ નામ આપો. તમે અપલોડ કરેલી પ્રોડક્ટ માટે બીજી માહિતી જેમ કે કિંમત, વર્ણન, લિંક અને વસ્તુનો કોડ પણ ઉમેરી શકો છો.
- તમારા કેટલોગમાં પ્રોડક્ટને ઉમેરવા માટે કેટલોગમાં ઉમેરો પર ક્લિક કરો.
ગ્રાહકોને કઈ પ્રોડક્ટ કે સેવાઓ દેખાઈ શકે તે બાબતને નિયંત્રિત કરવા માટે
નોંધ: બની શકે કે આ સુવિધા હજી તમારા માટે ઉપલબ્ધ ન હોય.
કેટલોગની વસ્તુઓ છુપાવવા માટે
- WhatsApp Business ઍપ ખોલો.
- તમારા ચેટ લિસ્ટમાં સૌથી ઉપર વધુ
| > કેટલોગ પર ક્લિક કરો. - તમે જેને છુપાવવા માગો છો તે પ્રોડક્ટ કે સેવા પર > ફેરફાર કરો પર ક્લિક કરો.
- વસ્તુ છુપાવો પસંદ કરો.
- સેવ કરો પર ક્લિક કરો.
વૈકલ્પિક રીતે, કેટલોગ સ્ક્રીન પર રહેલ વસ્તુ પર તમારું માઉસ ફેરવો. પછી, વધુ
વસ્તુના ફોટા પર
કેટલોગની વસ્તુઓ બતાવવા માટે
- WhatsApp Business ઍપ ખોલો.
- તમારા ચેટ લિસ્ટમાં સૌથી ઉપર વધુ
| > કેટલોગ પર ક્લિક કરો. - તમે જેને બતાવવા માગો છો તે પ્રોડક્ટ કે સેવા > ફેરફાર કરો પર ક્લિક કરો.
- વસ્તુ છુપાવોને પસંદગીમાંથી કાઢી નાખો.
- સેવ કરો પર ક્લિક કરો.
વૈકલ્પિક રીતે, કેટલોગ સ્ક્રીન પર રહેલી વસ્તુ પર તમારું માઉસ ફેરવો. પછી, વધુ
કોઈ પ્રોડક્ટ કે સેવા ડિલીટ કરો
તમારા કેટલોગમાંથી કોઈ પ્રોડક્ટ કે સેવા ડિલીટ કરવા માટે:
- WhatsApp Business ઍપ ખોલો.
- તમારા ચેટ લિસ્ટમાં સૌથી ઉપર વધુ
| > કેટલોગ પર ક્લિક કરો. - તમે જે પ્રોડક્ટ કે સેવા ડિલીટ કરવા માગતા હો તેને પસંદ કરો.
- પ્રોડક્ટની વિગતો વિભાગમાં સૌથી નીચે સુધી જાઓ.
- વસ્તુ ડિલીટ કરો પર ક્લિક કરો.
- ઓકે પર ક્લિક કરો.
નોંધ: કેટલોગમાં ઉમેરેલો દરેક ફોટો રિવ્યૂને આધીન છે. રિવ્યૂથી ફોટો, પ્રોડક્ટ અથવા સેવા WhatsApp કોમર્સ પોલિસી સાથે મેળ ખાય છે કે નહિ એની ખાતરી કરવામાં મદદ મળે છે.
જો તમારા કેટલોગની કોઈ પ્રોડક્ટ કે સેવા નામંજૂર થાય, તો ફોટાની બાજુમાં લાલ ઉદ્ગારનું આઇકન દેખાશે. જો તમને લાગે કે આ બરાબર નથી અને તમે ફરી રિવ્યૂ માટે વિનંતી કરવા માગતા હો:
- તો વિગતો જોવા માટે નામંજૂર થયેલી પ્રોડક્ટ કે સેવાને પસંદ કરો.
- બીજી વાર તપાસવાની વિનંતી કરો પર ક્લિક કરો.
- વધુ જાણો પર ક્લિક કરીને અમારી કોમર્સ પોલિસી તપાસો.
- લખાણ માટે આપેલી જગ્યામાં ફરી વિનંતી કરવા માટેનું કારણ લખો.
- ચાલુ રાખો પર ક્લિક કરો.