નવા ફોનમાં તમારો WhatsApp ડેટા ટ્રાન્સફર કરવાનો સૌથી સરળ રસ્તો Google ડ્રાઇવનો ઉપયોગ છે. Google ડ્રાઇવ પર તમારી ચેટનો બેકઅપ લેતા પહેલાં અમારી સલાહ છે કે તમે તમારા ફોનને વાઇ-ફાઇ સાથે કનેક્ટ કરો, કેમ કે બેકઅપ ફાઇલ કદમાં મોટી હોઈ શકે છે અને એમાં પણ જો તમારો મોબાઇલ ડેટા વપરાય, તો તમને વધારાનો ચાર્જ લાગી શકે છે.
આવશ્યકતા
Google ડ્રાઇવ બેકઅપનો ઉપયોગ કરવા, તમારી પાસે:
તમારા ફોન પર એક્ટિવ કરેલું Google એકાઉન્ટ હોવું જોઈએ.
તમારા ફોન પર Google Play સેવાઓ ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ.
બેકઅપ બનાવવા માટે તમારા ફોન પર પૂરતી ખાલી જગ્યા હોવી જોઈએ.
ઉચ્ચ ગુણવત્તાવાળું અને સ્થાયી ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ.
નોંધ:
WhatsAppનો બેકઅપ હવે Google ડ્રાઇવના સ્ટોરેજ ક્વોટામાં ગણતરી પામતો નથી.
જે ફોન નંબરથી અને Google એકાઉન્ટ પર બેકઅપ બનાવવામાં આવ્યો હતો તેની સાથે WhatsApp બેકઅપને રાખવામાં આવે છે.
જે WhatsApp બેકઅપ એક વર્ષ કરતાં વધુ સમય માટે અપડેટ કરાયો નહિ હોય, તેને Google ડ્રાઇવમાંથી આપમેળે દૂર કરવામાં આવે છે. કોઈ પણ બેકઅપ ગુમાવી ન બેસો એ માટે અમે તમને તમારા WhatsApp ડેટાનો બેકઅપ લેવાની ભલામણ કરીએ છીએ.
પહેલી વાર બેકઅપ લેતી વખતે થોડો વધારે સમય લાગી શકે છે. કૃપા કરીને તમારો ફોન ચાર્જમાં મૂકી રાખો.
દર વખતે જયારે તમે એક જ એકાઉન્ટ વાપરીને Google ડ્રાઇવ પર બેકઅપ બનાવો છો, ત્યારે તેની પહેલાં લીધેલો બેકઅપ નવા બેકઅપથી બદલાઈ જાય છે. Google ડ્રાઇવ પર લીધેલો જૂનો બેકઅપ પાછો મેળવવાનો કોઈ રસ્તો નથી.
તમે બેકઅપ લો છો તે મીડિયા અને મેસેજ, Google ડ્રાઇવ પર હોય ત્યારે, WhatsAppની શરૂથી અંત સુધી સુરક્ષા દ્વારા સુરક્ષિત હોતા નથી.
Google ડ્રાઇવ પર બેકઅપ બનાવો
WhatsApp ખોલો.
વધુ વિકલ્પો > સેટિંગ > ચેટ > ચેટનો બેકઅપ પર દબાવો.
Google ડ્રાઇવ પર બેકઅપ લો પર દબાવીને બેકઅપ ક્યારે લેવો છે તે માટે ક્યારેય નહિ સિવાય કોઈ પણ વિકલ્પ પસંદ કરો.
તમારી ચેટ હિસ્ટરીનો જેના પર બેકઅપ લેવો છે તે Google એકાઉન્ટ પસંદ કરો. જો તમે Google એકાઉન્ટ કનેક્ટ ન કર્યું હોય, તો પૂછવામાં આવે ત્યારે એકાઉન્ટ ઉમેરો પર દબાવો અને તમારી લોગ ઇનની વિગતો ભરો.
બેકઅપ લેવા શું વાપરીએ પર દબાવીને તમારે કયા નેટવર્ક પર બેકઅપ લેવો છે તે પસંદ કરો. એ વાતની નોંધ લો કે મોબાઇલ ડેટા પર બેકઅપ લેવાથી તમને વધારાનો ચાર્જ લાગી શકે છે.
Google ડ્રાઇવ પર જાતે બેકઅપ લો
તમે કોઈ પણ સમયે Google ડ્રાઇવ પર તમારી ચેટનો બેકઅપ જાતે લેવાનું પણ પસંદ કરી શકો છો.
WhatsApp ખોલો.
વધુ વિકલ્પો > સેટિંગ > ચેટ > ચેટનો બેકઅપ પર દબાવો.
બેકઅપ લો પર દબાવો.
Google ડ્રાઇવ પર બેકઅપ માટેના તમારાં સેટિંગ ગોઠવવાં
Google ડ્રાઇવ પર લેવાતા તમારા બેકઅપના સમયગાળામાં ફેરફાર કરો
WhatsApp ખોલો.
વધુ વિકલ્પો > સેટિંગ > ચેટ > ચેટનો બેકઅપ પર દબાવો.
Google ડ્રાઇવ પર બેકઅપ લો પર દબાવો.
બેકઅપનો સમયગાળો પસંદ કરો.
તમે બેકઅપ માટે વાપરવા માંગતા હો તે એકાઉન્ટ બદલો
WhatsApp ખોલો.
વધુ વિકલ્પો > સેટિંગ > ચેટ > ચેટનો બેકઅપ પર દબાવો.
એકાઉન્ટ પર દબાવીને તમે જે એકાઉન્ટ પર તમારી ચેટ હિસ્ટરીનો બેકઅપ લેવા માંગતા હો તે પસંદ કરો.
નોંધ: જો તમે તમારું Google એકાઉન્ટ બદલો છો, તો તમારા જૂના Google એકાઉન્ટ સાથે લિંક કરેલો બેકઅપ તમે જોઈ શકશો નહિ.
તમે બેકઅપ માટે વાપરવા માંગતા હો તે નેટવર્ક બદલો
WhatsApp ખોલો.
વધુ વિકલ્પો > સેટિંગ > ચેટ > ચેટનો બેકઅપ પર દબાવો.
બેકઅપ લેવા શું વાપરીએ પર દબાવીને તમારે કયા નેટવર્ક પર બેકઅપ લેવો છે તે પસંદ કરો.
સંબંધિત લેખો:
Android પર તમારી ચેટ હિસ્ટરી કેવી રીતે પાછી મેળવવી.