સ્ટિકરમાં જે સ્ક્રીન દેખાય એ પછી, તમે જે સ્ટિકર પૅકને ડાઉનલોડ કરવા ચાહતા હો એને ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ પર દબાવો. જો સ્ક્રીન પર દેખાય તો, ડાઉનલોડ • {file size} પર દબાવો.
ડાઉનલોડ થઈ જાય એટલે એક લીલા રંગનું ચેકમાર્ક દેખાશે.
પાછળ પર દબાવો.
તમે જે સ્ટિકરને મોકલવા ચાહતા હો એને શોધો અને એના પર દબાવો.
કૃપા કરીને નોંધ લો કે એક વાર તમે સ્ટિકર પર દબાવો પછી એ આપમેળે મોકલાઈ જશે.
વધારાના વિકલ્પો:
તમે હાલમાં વાપરેલા સ્ટિકર જોવા માટે હમણાંના પર દબાવો.
તમારા મનગમતા સ્ટિકર જોવા માટે મનગમતા પર દબાવો.
કોઈ સ્ટિકરને તમારું મનગમતું બનાવવા માટે, તમારી વ્યક્તિગત ચેટ કે ગ્રૂમાં હળવી રીતે દબાવો > મનગમતામાં ઉમેરો. બીજી રીતે, ઇમોજી > સ્ટિકર પર દબાવો. તમે જેને મનગમતામાં ઉમેરવા ચાહો છો એ સ્ટિકર મળી જાય પછી, સ્ટિકર પર દવાવી રાખો, પછી ઉમેરો પર દબાવો.
કોઈ સ્ટિકરને તમારું મનગમતું ન બનાવવું હોય તો, તમારી વ્યક્તિગત ચેટ કે ગ્રૂમાં હળવી રીતે દબાવો > મનગમતામાં દૂર કરો. બીજી રીતે, ઇમોજી > સ્ટિકર > મનગમતા પર દબાવો. તમે જેને મનગમતામાં ન ઉમેરવા ચાહતા હો એ સ્ટિકર મળી જાય પછી, સ્ટિકર પર દવાવી રાખો, પછી ઉમેરો પર દબાવો.
જો તમે દિલના આકારવાળા બૉક્સ પર દબાવશો, તો એ તમને સ્ટિકરના સેટનો આઇકન દેખાડશે, જ્યાં આઇકન પર દેખાતા ઇમોજી પર આધારિત સ્ટિકરને એના પ્રકાર પ્રમાણે ગોઠવેલા છે.
દાખલા તરીકે: દિલના આકારવાળા બૉક્સ પર દબાવીને અમે દિલને લગતા કોઈ પણ સ્ટિકરને લઈ આવીશું.
જો તમે વધુ સ્ટિકર વિકલ્પો ચાહતા હો, તો ઉમેરો પર દબાવો. બધા સ્ટિકર ટેબની નીચે સુધી સ્ક્રોલ કરો અને વધુ સ્ટિકરો મેળવો પર દબાવો. આ તમને Google Play સ્ટોરમાં લઈ જશે, જ્યાં તમે સ્ટિકર ઍપ ડાઉનલોડ કરી શકો છો.
તમે ડાઉનલોડ કરેલા સ્ટિકર પૅક જોવા માટે, ઉમેરો > મારા સ્ટિકર ટેબ પર દબાવો. જો તમે કોઈ ખાસ સ્ટિકર પૅક ડિલીટ કરવા ચાહતા હો, તો ડિલીટ > ડિલીટ પર દબાવો. તમારા સ્ટિકર પૅકને ફરીથી ઓર્ડર કરવા માટે, સ્ટિકર પૅકની બાજુમાં ફરીથી ઓર્ડર કરો પર દબાવીને ખસેડો.
જ્યારે સ્ટિકર પૅકને અપડેટ કરવાની જરૂર પડે, ત્યારે લીલા રંગનું ટપકું દેખાતા ઉમેરો પર દબાવો. બધા સ્ટિકર પૅક ટેબમાં, સ્ટિકર પૅકની બાજુમાં જેને અપડેટ કરવાની જરૂર હોય એને અપડેટ કરો પર દબાવી અપડેટ કરો. જો સ્ક્રિન પર દેખાય, તો અપડેટ કરો • {file size} પર દબાવો.
એક વાર અપડેટ પૂર્ણ થઈ ગયા બાદ લીલા રંગનો ચેક માર્ક દેખાશે.
WhatsAppના નવા વર્ઝનમાં સ્ટિરક ઉપલબ્ધ છે. જો તમને સ્ટિકર જોવા ન મળે, તો ખાતરી કરી લો કે તમારું WhatsApp અપડેટ કરેલું છે. સ્ટિકર કેવી રીતે તે વાપરવા એ અહીં શીખો: iPhone
WhatsApp માટે કેવી રીતે સ્ટિકર બનાવવા એ આ લેખમાંથી શીખો.