કમનસીબે જો એવું બને કે તમારો ફોન ખોવાઈ જાય કે પછી ચોરાઈ જાય, તો તમારો WhatsApp ખાતો કોઈ વાપરી ના શક તેની ખાતરી કરવામાં અમે તમારી મદદ કરી શકીયે છીયે.
શું કરવું
તમારા SIM કાર્ડને લૉક કરી દો. તમારા SIM કાર્ડને લૉક કરાવવા માટે પહેલી તકે તમારા મોબાઈલ પ્રદાતાનો સંપર્ક કરવો જોઈયે. તેના પછા તે ફોન ઉપર ખાતાનો ફરી પ્રમાણીકરણ કરવાનું શક્ય નહીં રહે, કે ખાતાનું પ્રમાણીકરણ કરવા માટે તમારું SMS અથવા ફોન કૉલ પ્રાપ્ત કરી શકવું જરૂરી છે.
આ ટાણે તમારા પાસે બે વિકલ્પો રહેશે:
તમારા નવા ફોન ઉપર WhatsAppને સક્રિય કરવા માટે તમારા જૂના નંબર સાથે નવ SIM કાર્ડનો ઉપયોગ કરો. ચોરાયેલ ફોન ઉપર તમારા ખાતાને નિષ્ક્રિય કરવાનો આ ઝડપી રસ્તો છે. WhatsApp એક સમયમાં ફક્ત એક જ ફોન નંબર અને એક જ ઉપકરણ ઉપર સક્રિય થઈ શકે છે.
ઈમેઇલના વિષયમાં શબ્દસમૂહ, "ખોવાયું/ચોરી થયું: કૃપયા મારો ખાતો નિષ્ક્રિય કરો" અને તમારો ફોન નંબર સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય શૈલીમાં, અહીં દર્શાવ્યા મુજબ દાખલ કરી અમને ઈમેઇલ કરો.
નોંધ:
- જો તમે ખાતો નિષ્ક્રિય કરવાની વિનંતી સાથે અમને સંપર્ક ના કરો તો SIM કાર્ડને લૉક અને ફોનની સેવા અક્ષમ કર્યા પછી પણ, WhatsAppને Wi-Fi ઉપર વાપરી શકાય છે.
- અમે તમને તમારો ફોન શોધવામાં મદદ નથી કરી શકતાં. છેટેથી WhatsAppને અન્ય ઉપકરન વડે નિષ્ક્રિય કરવું શક્ય નથી.
- ફોન ખોવાતા પહેલા જો તમે Google Drive, iCloud કે OneDriveના ઉપયોગ દ્વારા કોઈ બેકઅપ બનાવી હશે, તો કદાચ તમે તમારી વાતના ઉતિહાસને યથાવત કરી શકો છો. સંદેશાઓ યથાવત કરતા અહીં શીખો: Android | iPhone | Windows Phone.
કોઈ ખાતાને નિષ્ક્રિય કરવાથી શું થાય
- તમારો ખાતો સંપૂર્ણ રીતે રદ્દ કરાતો નથી.
- તમારા મિત્રો તમારો પ્રોફાઈલ જોઈ શકશે.
- તમારા સંપર્કો તમને સંદેશાઓ મોકલી શકશે, જે ૩૦ દિવસ સુધી વણમોકલેલ હાલતમાં, મોકલવા માટે પ્રતિક્ષિત રૂપે રાખી મૂકવામાં આવશે.
- જો રદ્દ થતા પહેલા તમે તમારા ખાતાને પુનર્સક્રિય કરી દો, તો તમને બધા વણમોકલાયેલ સંદેશાઓ તમારા નવા ફોન ઉપર મળી જશે, અને તમે તમારા બધા સમૂહ વાતોમાં સહભાગી રહેશો.
- જો નિષ્ક્રિય કરાયેલ ખાતો ૩૦ દિવસની અંદર અંદર પાછો સક્રિય કરવામાં નહીં આવે, તો તેને સંપૂર્ણ રીતે રદ્દ કરી દેવામાં આવશે.