જ્યારે પણ કોઈ ફોન નંબર વાપરવાનું છોડી દે, ત્યારે તમારે ખાતરી પૂર્વક તે નંબરને તમારી સરનામા પુસ્તિકામાંથી કાઢી દેવો જોઈયે. આમેય મોબાઇલ પ્રદાતાઓને, છોડી મૂકેલ ફોન નંબરોને અન્ય કોઈ માટે આપી, ફરી વપરાશમાં મૂકવાની ટેવ હોય છે જ, તેથી કદાચ તમે WhatsApp પર કોઈ અન્ય માણસના ખાતાને તમારા મિત્રનો ખાતો સમજી બેસો, જ્યારે હકીકતમાં તે ખાતો પેલા ફોન નંબરના નવા માલિક પાસે હોય.
WhatsApp ખાતાઓની ઓળખ રાખવા માટે સંપૂર્ણપણે ફોન નંબરોનો ઉપયોગ કરે છે અને તમે તે નંબર વાળા સંપર્ક માટે જે નામ તમારી સરનામા પુસ્તિકામાં રાખ્યો હશે તે જ નામ બતાવશે.