WhatsApp મનગમતી બનાવેલી ROMs અને રૂટ કરેલા ફોન (ફોનની મૂળ સિસ્ટમમાં કરેલો બદલાવ)ને સપોર્ટ કરતું નથી. મનગમતું બનાવ્યું હોવાને લીધે તેમાં ઘણી ભિન્નતા હોય છે અને પ્રોડક્ટ સારી રીતે કામ કરે તે હેતુથી દરેક માટે સપોર્ટ પૂરો પાડવો શક્ય નથી. તે ઉપરાંત, મનગમતી બનાવેલી ROMs અને રૂટ કરેલા ફોન WhatsAppના સુરક્ષા મોડેલને અપેક્ષા મુજબ કામ કરવા દેતા નથી. જો તમે મનગમતી બનાવેલી ROM કે રૂટ કરેલો ફોન વાપરતા હો, તો બની શકે કે શરૂથી અંત સુધીની સુરક્ષા હોવા છતાં, બીજી ઍપ તમારા મેસેજ વાંચી શકે.
WhatsAppના બેસ્ટ અનુભવ માટે, કૃપા કરીને સ્ટોક ROM વાપરો અને રૂટને દૂર કરો. રૂટ દૂર કરવા વિશેના ચોક્કસ માર્ગદર્શન માટે, કૃપા કરીને તમારા ફોનના ઉત્પાદકનો સંપર્ક કરો.