વોઇસ મેસેજ મોકલવા માટે:
- વ્યક્તિગત ચેટ કે ગ્રૂપ ખોલો.
- ખાતરી કરો કે તમારી પાસે મેસેજ બોક્સ પસંદ કરેલું છે.
- વોઇસ માઇક્રોફોન બટન દબાવો અને પકડી રાખો અને તમારો વોઇસ મેસેજ રેકોર્ડ કરવા બોલવાનું શરૂ કરો.
- રેકોર્ડિંગ રોકવા માટે છોડી દો. પછી તમે આમ કરી શકો:
- વોઇસ મેસેજ મોકલવા માટે મોકલો દબાવો.
- વોઇસ મેસેજ કાઢી નાખવા માટે ડિલીટ દબાવો.
નોંધ: જો તમારા મેસેજનો શરૂઆતનો ભાગ રેકોર્ડ ન થયો હોય, તો તમારે બોલતા પહેલાં એક સેકન્ડ માટે રાહ જોવી પડી શકે.
વૉઇસ મેસેજ પ્લે કરવા માટે
- તમે જે વોઇસ મેસેજ સાંભળવા માંગતા હો એ પસંદ કરો.
- પ્લે દબાવો.
- તમારા ફોનના સ્પીકર દ્વારા વોઇસ મેસેજ સાંભળવા માટે ફોનને તમારા કાનની પાસે પકડી રાખો. જો હેડફોન ફોનમાં લગાવેલા હોય, તો વોઇસ મેસેજ હેડફોન દ્વારા પ્લે થશે.
તમે મેળવેલા વોઇસ મેસેજ પર તમે આમ જોશો:
- એક લીલા રંગનું માઇક્રોફોન તમે વોઇસ મેસેજ પર જોશો, જે તમે પ્લે કર્યા નથી.
- એક વાદળી રંગનું માઇક્રોફોન તમે વોઇસ મસેજ પર જોશો, જે તમે પ્લે કર્યા નથી.
તમે મોકલેલા વોઇસ મેસેજ પર તમે આમ જોશો:
- એક લીલા રંગનું માઇક્રોફોન તમે વોઇસ મેસેજ પર જોશો, જે તમારો મેસેજ મેળવનારે પ્લે કર્યા નથી.
- એક વાદળી રંગનું માઇક્રોફોન તમે વોઇસ મસેજ પર જોશો, જે તમારો મેસેજ મેળવનારે પ્લે કર્યા નથી.
નોંધ: નીચેનો વીડિયો માત્ર jioPhone અને jioPhone 2 વાપરતા WhatsApp યુઝર માટે છે.