તમે તમારા WhatsApp ડેટાનું Google Drive અને/અથવા સ્થાનિક બેકઅપ નકલના ઉપયોગથી બેકઅપ નકલ કરી શકો છો. સ્થાનિક બેકઅપ નકલ સ્વચાલિત રીતે દરરોજ સવારે ૨ વાગ્યે થઈ જશે, અને તે ફાઈલ સ્વરૂપે તમારા ફોનની અંદર ઉતારાશે.
Google Drive
તમે તમારી વાતો અને મીડિયાનું Google Drive પર બેક અપ કરી શકો છો, જેનાથી જો તમે Android ફોન બદલો કે નવી જાતનો ફોન લો, તો તમારી વાતો અને મીડિયાને ખસેડી શકો.
Google Drive પર કેવી રીતે બેકઅપ નકલ કરવી
- WhatsApp ખોલો.
- મેનુ > સેટિંગ્સ > વાતો > વાતની બેકઅપ નકલ પર ટેપ કરો.
- અહીં તમે અેક ત્વરિત બેકઅપ નકલ બનાવવા માટે બેકઅપ નકલ પર ટેપ કરી શકો છો
- બેકઅપ નકલનું આવર્તન નક્કી કરવા માટે તમે Google Drive પર બેકઅપ નકલ કરો પર પણ ટેપ કરી શકો છો.
- જો તમારી પાસે Google ખાતું ના હોય, તો પ્રેરિત કરવામાં અાવે ત્યારે ખાતું ઉમેરો પર ટેપ કરો.
- બેકઅપ નકલ કરવા માટે જે નેટવર્કનો ઉપયોગ કરવો હોય તેને પસંદ કરવા માટે પર બેકઅપ નકલ કરો ઉપર ટેપ કરો. કૃપયા નોંધ લો કે સેલ્યુલર પર બેકઅપ નકલ કરવું વધારાના ડેટા ચારજીઝમાં પરિણમી શકે છે.
Google Drive વિષે મહત્વની નોંધ
- પ્રથમ બેકઅપ નકલ પૂરી થવામાં વાર લાગી શકે છે. કૃપયા તમારા ફોનને વિધ્યુત ઉત્પત્તિસ્થાન સાથે જોડાયેલ રાખો.
- તમે મેનુ > સેટિંગ્સ > વાતો > વાતની બેકઅપ નકલમાં જઈને, તમારી વાતના બેકઅપ નકલનું અાવર્તન, જે Google ખાતા પર તમે બેકઅપ નકલ કરો તેને અને બેકઅપ નકલ માટે વપરાયેલ કનેક્શનને કોઈ પણ સમયે બદલી શકો છો.
- જ્યારે પણ તમે અેક જ Google ખાતા પર Google Drive બેકઅપ નકલ બનાવ્યા કરો, તો દરેક વખત પહેલા બનેલ બેકઅપ નકલ પર નવી બેકઅપ નકલ લખાશે. પછી પહેલાના Google Drive બેકઅપ નકલને યથાવત કરવાનો કોઈ ઉપાય નથી.
- તમે જે મીડિયા અને સંદેશાઅોનો બેકઅપ નકલ કરો તે Google Drive પર હોવા દરમિયાન WhatsAppના શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ દ્વારા સુરક્ષિત નહીં હોય.
બેકઅપ નકલને યથાવત કરવી કે તેને ખસેડવી
જ્યારે તમે તમારા નંબરનું પ્રમાણીકરણ કરશો ત્યારે WhatsApp તમને તમારી વાતો અને મીડિયાને તમારી બેકઅપ નકલમાંથી યથાવત કરવાનું પૂછશે. જ્યારે પૂછવામાં અાવે તો બસ યથાવત કરો પર ટેપ કરી દો. જો WhatsApp બેકઅપ નકલ ભાળી નહીં શકે, તો અેવું અા કારણોસર થઈ શકે છે:
- તમે બેકઅપ નકલ કરેલ Google ખાતામાં લૉગ ઇન કરેલ ના હોવ.
- તમે અે ફોન નંબરનો ઉપયોગ ના કરી રહ્યા હોવ, જેનો બેકઅપ નકલ માટે ઉપયોગ કર્યો હતો.
- તમારા SD કાર્ડ અને/અથવા વાતના ઇતિહાસમાં ખરાબી હોય.
- Google Drive ખાતા પર કે તમારા ફોન પર સ્થાનિક રીતે બેકઅપ નકલની ફાઈલ અસ્તિત્વમાં ના હોય.
નોંધ: નવા ફોન ઉપર ડેટાને ખસેડવાની સરળ પદ્ધતિ Google Driveનો ઉપયોગ છે. જો તમારે સ્થાનિક બેકઅપ નકલનો ઉપયોગ કરવો હોય, તો તમારે કોમપ્યુટર, ફાઈલ શોધક કે SD કાર્ડનો ઉપયોગ કરી ફાઈલોને નવા ફોન ઉપર ખસેડવી પડશે. જો તમારો ડેટા /sdcard/WhatsApp/
ફોલ્ડરમાં ના હોય, તો તમે તેને "સ્થાનિક સંગ્રહ" અથવા "મુખ્ય સંગ્રહ" ફોલ્ડરોમાં ગોતી શકો છો.
જરા જૂના સ્થાનિક બેકઅપ નકલને યથાવત કરવા માટે
તમરો ફોન છેલ્લા ૭ દિવસો જેટલી સ્થાનિક બેકઅપ નકલની ફાઈલો સંગ્રહિત કરી રાખશે (Google Driveમાં ખાલી તાજેતરની જ ફાઈલો રહેશે). જો તમારે કોઈ અેવી સ્થાનિક બેકઅપ નકલને યથાવત કરવી હોય જે તદ્દન તાજી ના હોય, તો તમારે અા કરવું પડશે:
- ફાઈલ વ્યવસ્થાપક ઍપ ડાઉનલોડ કરો.
- ફાઈલ વ્યવસ્થાપક ઍપમાં,
sdcard/WhatsApp/Databases
સુધી જાઅો. જો તમારું ડેટા SD કાર્ડ પર સંગ્રહિત ના હોય, તો તમારે તેને SD કાર્ડના બદલે "સ્થાનિક સંગ્રહ" અથવા "મુખ્ય સંગ્રહ"માં ગોતવાનું રહેશે.
- તમારે જે બેકઅપ નકલની ફાઈલને યથાવત કરવી હોય, તેનુ નામ
msgstore-YYYY-MM-DD.1.db.crypt12
થી બદલીને msgstore.db.crypt12
કરી દો. અેવું બની શકે છે કે પહેલા થયેલ કોઈ બેકઅપ નકલ પહેલાના કોઈ અાલેખન, જેવાં કે crypt9 or crypt10 અસ્તિત્વમાં હોય. crypt અાયામનો નંબર ના બદલશો.
- WhatsAppને અસ્થાપિત કરીને પુનર્સ્થાપિત કરો.
- પ્રેરિત કરવામાં અાવે ત્યારે યથાવત કરો પર ટેપ કરો.
બેકઅપ નકલ અને યથાવત કરવાની સમસ્યાઅોનું મુશ્કેલી નિવારણ
Google Drive બેકઅપ નકલ બનાવવાને લાગતી મુશ્કેલીઅો માટે
- ખાતરી કરો કે તમે તમારા ફોનમાં Google ખાતું ઉમેરેલ છે.
- ખાતરી કરો કે તમારી પાસે તમારા Google Drive ખાતામાં બેકઅપ નકલ બનાવવા જેટલી પૂરતી જગ્યા ઉપલબ્ધ છે.
- ખાતરી કરો કે તમારી પાસે તમારા ફોન પર Google Play સેવાઅો સ્થાપિત કરેલ છે.
- નોંધ: Google Play સેવાઅો ફક્ત Android 2.3.4 અને ઉચ્ચતર માટે જ ઉપલબ્ધ છે.
- જો તમે સેલ્યુલર ડેટા નેટવર્ક પર બેકઅપ નકલ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવ, તો ખાતરી કરો કે તમારી પાસે WhatsApp અને Google Play સેવાઅો બન્ને માટે ડેટા છે. જો તમને ખાતરી ના હોય તો કૃપયા તમારા પ્રદાતાનો સંપર્ક કરો.
- અન્ય પ્રકારના નેટવર્ક ઉપર બેકઅપ નકલ બનાવવાનો પ્રયાસ કરો.
- દા. ત.: જો તમે સેલ્યુલર પર બેકઅપ નકલ બનાવવામાં નિષ્ફળ નિવડો, તો Wi-Fiથી જોડાવવાનો પ્રયાસ કરો.
Google Drive બેકઅપ નકલને યથાવત કરવાને લાગતી મુશ્કેલીઅો માટે
- ખાતરી કરો કે તમે અે જ ફોન નંબર અને Google ખાતા વડે બેકઅપ નકલ યથાવત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો જેના વડે તમે તે બેકઅપ નકલ બનાવી હતી.
- ખાતરી કરો કે તમારા ફોનમાં બેકઅપ નકલ યથાવત કરવા માટે પૂરતી જગ્યા ખાલી છે.
- ખાતરી કરો કે તમારી પાસે તમારા ફોનમાં Google Play સેવાઅો સ્થાપિત કરેલ છે.
- નોંધ: Google Play સેવાઅો ફક્ત Android 2.3.4 અને ઉચ્ચતર માટે જ ઉપલબ્ધ છે.
- ખાતરી કરો કે તમારો ફોન પૂરી રીતે ચાર્જ થયેલ છે અથવા તમારો ફોન કોઈ વિધ્યુત ઉત્પત્તિસ્થાનમાં પ્લગ કરેલ છે.
- ખાતરી કરો કે તમારા ફોનમાં પ્રબળ અને સ્થાયી ઇન્ટરનેટ કનેક્શન છે. જો સેલ્યુલર પર યથાવત કરવામાં નિષ્ફળતા મળે, તો કૃપયા Wi-Fiથી જોડાવવાનો પ્રયાસ કરો.
સંદેશાઅોને યથાવત કરતા અહીં શીખો: iPhone | Windows Phone