WhatsApp Business ઍપને નાના ઉદ્યોગો માટે ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.
ઍપ ડાઉનલોડ કરતા પહેલાં કૃપા કરીને નીચેની બાબતોનું ધ્યાન રાખો:
- જો WhatsApp Messenger પર તમારું એકાઉન્ટ હોય, તો તમે નવા WhatsApp Business એકાઉન્ટમાં સરળતાથી જૂની ચેટ અને મીડિયા સહિતની તમારી એકાઉન્ટની માહિતી ટ્રાન્સફર કરી શકો છો.
- જો તમે WhatsApp Business વાપરવાનું બંધ કરો, તો તેની જૂની ચેટ પાછી WhatsApp Messenger પર લઈ જવાશે નહિ.
- જ્યાં સુધી બન્ને એકાઉન્ટ સાથે લિંક કરેલા ફોન નંબર અલગ-અલગ હોય, ત્યાં સુધી તમે WhatsApp Business ઍપ અને WhatsApp Messenger એકસાથે વાપરી શકો છો. એક જ સમયે એક ફોન નંબરનું બન્ને ઍપ સાથે સંકળાયેલું હોવું શક્ય નથી.
પછી:
- App Store પરથી WhatsApp Business ઍપ ડાઉનલોડ કરો.
- તમારા બિઝનેસના ફોન નંબરની ખાતરી કરો.
- જો તમારી ઇચ્છા હોય, તો બેકઅપમાંથી ડેટા પાછો મેળવો.
- તમારા બિઝનેસનું નામ સેટ કરો.
- તમારી પ્રોફાઇલ બનાવો. સેટિંગ > તમારા બિઝનેસના નામ પર દબાવો.