કેટલોગની લિંક શેર કરવા વિશે
કેટલોગનો ઉપયોગ કરીને જૂના અને નવા ગ્રાહકો કોઈ બિઝનેસની ચીજવસ્તુઓ કે સેવાઓ જોઈ શકે છે અને પ્રશ્નો પૂછી શકે છે તેમજ બિઝનેસના સંપર્કમાં રહી શકે છે. ગ્રાહકો પોતાની પસંદ મુજબની પ્રોડક્ટ કે સેવા પસંદ કરી શકે છે અને તેને પોતાના મિત્રો સાથે શેર કરી શકે છે. વધુમાં, તેઓ બિઝનેસને પ્રોડક્ટ કે સેવાને લગતા સવાલો માટે મેસેજ પણ કરી શકે છે.
કેટલોગમાંથી કોઈ વસ્તુ કે સેવા શેર કરવા માટે:
- કેટલોગ પર જાઓ
- તમે શેર કરવા માગતા હો તે વસ્તુ કે સેવા પસંદ કરો
- ઉપરના જમણી બાજુના ખૂણા પર આવેલાં ત્રણ ટપકાં પર દબાવો
- પછી તમે ગમે ત્યાં તમારા સંપર્કો અથવા સંભવિત ખરીદદારો સાથે તમારા કેટલોગમાંથી ચોક્કસ વસ્તુ નીચે આપેલા કોઈ પણ વિકલ્પોમાંથી પસંદ કરીને શેર કરી શકો છો:
- ફોરવર્ડ કરો: WhatsApp પર બીજા લોકો સાથે વસ્તુની લિંક શેર કરવા માટે.
- લિંક શેર કરો: પસંદ કરેલી વસ્તુની લિંક ઇમેઇલ કે મેસેજ માટેની બીજી ઍપથી શેર કરવા માટે.
- તમે જે ગ્રૂપ કે વ્યક્તિગત ચેટ સાથે વસ્તુ કે સેવા શેર કરવા માગતા હો તેને પસંદ કરો.
- મોકલો પર દબાવો
જો મેળવનાર WhatsApp Messenger અથવા WhatsApp Business ઍપ પર શેર કરેલી લિંક જોશે, તો એ લિંક સીધેસીધી તે વસ્તુ કે કેટલોગ ખોલશે.
પણ, જો કેટલોગની લિંક ઇમેઇલ અથવા બ્રાઉઝર પર શેર કરવામાં આવી હોય, તો એ લિંકને ખોલવા માટે પસંદગી ખૂલશે જે વપરાશકર્તાને લિંક ખોલવા માટે ઍપ પસંદ કરવા દેશે.