WhatsApp Business ઍપને નાના ઉદ્યોગો માટે ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.
ઍપ ડાઉનલોડ કરતા પહેલાં કૃપા કરીને નીચેની બાબતોનું ધ્યાન રાખો:
જો WhatsApp Messenger પર તમારું એકાઉન્ટ હોય, તો તમે નવા WhatsApp Business એકાઉન્ટમાં સરળતાથી જૂની ચેટ અને મીડિયા સહિત તમારું એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકો છો.
જો તમે WhatsApp Business ઍપ વાપરવાનું બંધ કરો, તો તેની જૂની ચેટ પાછી WhatsApp Messenger પર લઈ જવાશે નહિ.
જ્યાં સુધી બન્ને એકાઉન્ટ સાથે લિંક કરેલા ફોન નંબર અલગ-અલગ હોય, ત્યાં સુધી તમે WhatsApp Business ઍપ અને WhatsApp Messenger એકસાથે વાપરી શકો છો. એક જ સમયે એક ફોન નંબરનું બન્ને ઍપ સાથે સંકળાયેલું હોવું શક્ય નથી.