લેબલો દ્વારા તમે તમારી ચેટ અને સંદેશાઓને સંગઠિત કરી શકો છો અને તમારી ચેટ અને સંદેશાઓને સરળતાથી ગોતી શકો છો. તમે જુદા જુદા રંગો વાળા લેબલો બનાવી શકી, પૂરેપૂરી ચેટ અથવા કોઈ ચેટની અંદરના ખાસ સંદેશાઓ પર લેબલ લગાવી શકો છો.
લેબલો લગાડવા
કોઈ ચેટ કે સંદેશ પર ટેપ કરીને દબાવી રાખો > લેબલ પર ટેપ કરો > તમે ઉપલબ્ધ હોય તેવો કોઈ લેબલ અથવા કોઈ નવો ઉમેરી શકો છો.
નોંધ: તમે ૨૦ લેબલો બનાવી શકો છો.
લેબલ કરેલ વિષયસામગ્રી ગોતવા
કોઈ લેબલ સાથે સંકળાયેલ સઘળી વિષયસામગ્રી ગોતવા માટે:
તમારી ચેટ સ્ક્રીન > મેનુ બટન > લેબલો પર જાઈને > લેબલ પર ટેપ કરો.
તમારી ચેટ સ્ક્રીન પરથી, તમે કોઈ સંપર્કના પ્રોફાઈલ ફોટા કે સમૂહ ચિહ્ન પર ટેપ કરીને પણ તેમની સાથેની ચેટથી સંકળાયેલ સઘળા લેબલો જોઈ શકો છો.
લેબલ કરેલ વસ્તુઓ પર કાર્ય કરી શકો છો. કોઈ લેબલ પર ટેપ કરો > કોઈ વસ્તુને ટેપ કરીને દબાવી રાખો > ઉપરની પટ્ટી પર કોઈ પ્રક્રિયા પસંદ કરો (દા.ત., કોઈ સંદેશ રદ્દ કરવો કે લેબલ હટાડવું).
કોઈ લેબલને સંપાદિત કરી શકો છો. લેબલ પર ટેપ કરો > મેનુ બટન > લેબલને સંપાદિત કરો.
લેબલને રદ્દ કરી શકો છો. લેબલ પર ટેપ કરો > મેનુ બટન > લેબલને રદ્દ કરો.
કોઈ રંગ ઉમેરો. લેબલ > મેનુ બટન > રંગ પસંદ કરો પર ટેપ કરો. જો કોઈ ચેટ પર બેથી વધારે રંગીન લેબલો લગાડેલ હશે, તો તેમને એક ઉપર એક ચોંટાડવામાં આવશે. આવી રીતે ચોંટાડ્યા બાદ, માત્ર તાજેતરના લેબલો જ દર્શિત થશે.