જ્યારે ગ્રાહકો તમને પહેલી વાર મેસેજ મોકલે ત્યારે અથવા તો સતત 14 દિવસ સુધી તમારો સંપર્ક ન કરે અને પછી મેસેજ મોકલે ત્યારે તમે તેઓને આપમેળે શુભેચ્છા મેસેજ મોકલી શકો છો.
શુભેચ્છા મેસેજ સેટ કરવા માટે:
વધુ વિકલ્પો > બિઝનેસ ટૂલ > શુભેચ્છા મેસેજ પર દબાવો.
શુભેચ્છા મેસેજ મોકલો ચાલુ કરો.
મેસેજ પર દબાવીને એમાં ફેરફાર કરો.
મેળવનારાઓની નીચે, આમાંથી કોઈ એક પસંદ કરો:
બધા પસંદ કરો જો તમે ઇચ્છતા હો કે કામકાજના સમય પછી તમને મેસેજ મોકલનારને શુભેચ્છા મેસેજ મોકલવામાં આવે.
એડ્રેસ બુક સિવાયના બધા પસંદ કરો જો તમે ઇચ્છતા હો કે તમારી એડ્રેસ બુક સિવાયના નંબરોને શુભેચ્છા મેસેજ મોકલવામાં આવે.
આમના સિવાય બધા... પસંદ કરો જો તમે ઇચ્છતા હો કે પસંદ કરેલા અમુક સિવાય બધાને શુભેચ્છા મેસેજ મોકલવામાં આવે.
માત્ર આમને જ મોકલો... પસંદ કરો જો તમે ઇચ્છતા હો કે પસંદ કરેલા સંપર્કોને શુભેચ્છા મેસેજ મોકલવામાં આવે.
સેવ કરો પર દબાવો.
નોંધ: તમારા ફોનમાં એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન હોય, ફક્ત ત્યારે જ શુભેચ્છા મેસેજ મોકલવામાં આવે છે.