તમે તમારું કેટલોગ શેર કરીને તમારી પ્રોડક્ટ કે સેવાઓ નવા અને હાલના ગ્રાહકો સાથે શેર કરી શકો છો.
વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં તમારું કેટલોગ શેર કરવા માટે
- WhatsApp Business ઍપમાં કોઈ ચેટ ખોલો.
- મેસેજ લખવાના બોક્સની બાજુમાં આવેલી જોડોની નિશાની પર દબાવો.
- પછી, કેટલોગ પર દબાવો.
- ઉપર તરફ બધી વસ્તુઓ મોકલો પર દબાવો.
વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં પ્રોડક્ટ કે સેવાઓ શેર કરવા માટે
- WhatsApp Business ઍપમાં કોઈ ચેટ ખોલો.
- મેસેજ લખવાના બોક્સની બાજુમાં આવેલી જોડોની નિશાની પર દબાવો.
- પછી, કેટલોગ પર દબાવો.
- તમે શેર કરવા માગતા હો તે પ્રોડક્ટ કે સેવાઓ પસંદ કરો.
- મોકલો પર દબાવો.
કેટલોગ મેનેજર દ્વારા આખું કેટલોગ શેર કરવા માટે
- WhatsApp Business ઍપ > સેટિંગ > બિઝનેસ ટૂલ > કેટલોગ ખોલો.
- એક વાર તમે કેટલોગ મેનેજર પર પહોંચી જાઓ, પછી ઉપરની તરફ જમણી બાજુ લિંકની નિશાની પર દબાવો.
- પછી તમે આખું કેટલોગ ગમે ત્યાં તમારા સંપર્કો અથવા સંભવિત ખરીદદારોને નીચેના વિકલ્પોમાંથી પસંદ કરીને શેર કરી શકો છો:
- WhatsApp Business દ્વારા લિંક મોકલો: કેટલોગની લિંક WhatsApp પર બીજા લોકો સાથે શેર કરવા માટે
- લિંક કોપિ કરો: લિંકને કોપિ કરવા માટે
- લિંક શેર કરો: કેટલોગને ઇમેઇલ કે બીજી મેસેજ માટેની ઍપથી શેર કરવા માટે
કેટલોગ મેનેજરથી કોઈ વ્યક્તિગત પ્રોડક્ટ કે સેવા શેર કરવા માટે
- WhatsApp Business ઍપ > સેટિંગ > બિઝનેસ ટૂલ > કેટલોગ ખોલો.
- કેટલોગ મેનેજરમાંથી, તમે જે વસ્તુ શેર કરવા માગતા હો એ પસંદ કરો. પછી, ઉપર જમણી બાજુ લિંકની નિશાની પર દબાવો.
- પછી તમે ગમે ત્યાં તમારા સંપર્કો અથવા સંભવિત ખરીદદારો સાથે તમારા કેટલોગમાંથી ચોક્કસ વસ્તુ નીચે આપેલા કોઈ પણ વિકલ્પોમાંથી પસંદ કરીને શેર કરી શકો છો:
- WhatsApp Business દ્વારા લિંક મોકલો: પસંદ કરેલી વસ્તુની લિંક WhatsApp પર બીજા લોકો સાથે શેર કરવા માટે
- લિંક કોપિ કરો: લિંકને કોપિ કરવા માટે
- લિંક શેર કરો: પસંદ કરેલી વસ્તુને ઇમેઇલ કે બીજી કોઈ ઍપથી શેર કરવા માટે
કેટલોગ અને વસ્તુની લિંક આપમેળે બનતી હોવાથી એને શેર કરતા પહેલાં તેમાં ફેરફાર કરી શકાતો નથી.