તમારી બિઝનેસ પ્રોફાઇલમાં ફેરફાર કેવી રીતે કરવો
તમારી બિઝનેસ પ્રોફાઇલ તમને તમારા બિઝનેસનું નામ, સરનામું, તેનો પ્રકાર, વર્ણન, ઇમેઇલ અને વેબસાઇટ સહિતની તમારી કંપનીની માહિતી ઉમેરવાની સુવિધા આપે છે. લોકો જ્યારે તમારી પ્રોફાઇલ જુએ છે ત્યારે આ માહિતી સરળતાથી જોઈ શકે છે.
તમારી બિઝનેસ પ્રોફાઇલ જોવા માટે WhatsApp Business ઍપ ખોલો. પછી, વધુ વિકલ્પો
તમારા પ્રોફાઇલ ફોટામાં ફેરફાર કરવા માટે
- તમારા પ્રોફાઇલ ફોટા પર ફેરફાર કરો
પર દબાવો. - ગેલેરી પર દબાવીને ઉપલબ્ધ ફોટામાંથી પસંદ કરો અથવા કેમેરા પર દબાવીને નવો ફોટો લો. તમારા હાલના પ્રોફાઇલ ફોટોને દૂર કરવા માટે તમે ફોટો દૂર કરો પર પણ દબાવી શકો છો.
- એક વાર તમે ફોટો પસંદ કરી લો કે નવો ફોટો લઈ લો એટલે, ફોટાને જરૂર મુજબ કાપો અથવા તેને ફેરવો.
- થઈ ગયું પર દબાવો.
તમારા બિઝનેસના નામ અને વર્ણનમાં ફેરફાર કરવા માટે
- તમે જેને અપડેટ કરવા માગો છો તે ખાનાની પાસે રહેલા ફેરફાર કરો
વિકલ્પ પર દબાવો. - જાણકારી અપડેટ કરો.
- ઓકે અથવા સેવ કરો પર દબાવો.
તમારા બિઝનેસના પ્રકારમાં ફેરફાર કરવા માટે
- પ્રકાર ખાનામાં ફેરફાર કરો
પર દબાવો. - તમારા બિઝનેસ માટે વધુમાં વધુ ત્રણ સંબંધિત પ્રકારો પસંદ કરો.
તમારા બિઝનેસના સરનામાંમાં ફેરફાર કરવા માટે
- સરનામું ખાનામાં ફેરફાર કરો
પર દબાવો. - સરનામું ખાના > તમારા બિઝનેસનું સરનામું દાખલ કરો પર દબાવો.
- તમે નકશા પર લોકેશન સેટ કરો અથવા નકશા પર લોકેશનને અપડેટ કરો પર દબાવીને પણ તમારા નકશાના લોકેશનને અપડેટ કરી શકો છો.
- પછી, નકશા પર તમારા બિઝનેસના સરનામાંને અપડેટ કરો અથવા નીચેના વિકલ્પોમાંથી એક પસંદ કરો:
- સરનામાંના ખાનામાં તમે જે લખ્યું છે તે નકશામાં દેખાય તે માટે અપડેટ કરો પસંદ કરો.
- બિઝનેસના સરનામાંના ખાનામાં પાછા આવીને તમારું સરનામું બદલવા માટે સરનામાંમાં ફેરફાર કરો પસંદ કરો.
- નકશા પર કોઈ ચોક્કસ જગ્યાને શોધવા માટે મને લોકેશન સેટ કરવા દો પસંદ કરો.
- થઈ ગયું પર દબાવો. નોંધ: આનાથી નકશા પર રહેલું તમારું બિઝનેસનું લોકેશન જ બદલાય છે. સરનામાંના ખાનામાં તમે લખેલું સરનામું એનું એ જ રહેશે.
- સેવ કરો પર દબાવો.
તમારા કામકાજના સમયમાં ફેરફાર કરવા માટે
- કામકાજનો સમય ખાનામાં ફેરફાર કરો
પર દબાવો. - સમય પર દબાવો.
- નીચે આપેલા સમયના નમૂનાઓમાંથી એક પસંદ કરો:
- પસંદગીના સમય માટે ખુલ્લો: તમારો બિઝનેસ કયા દિવસે અને કેટલા સમય માટે ખુલ્લો રહે છે એ આ ટોગલથી પસંદ કરો. આનાથી તમે દરરોજના કામકાજના સમયની પણ જાણકારી આપી શકો છો.
- હંમેશાં ખુલ્લો: તમારો બિઝનેસ અઠવાડિયાના કયા દિવસે ખુલ્લો રહે છે એ આ ટોગલથી પસંદ કરો.
- ફક્ત એપોઇન્ટમેન્ટ દ્વારા: તમારો બિઝનેસ અઠવાડિયામાં કયા દિવસે એપોઇન્ટમેન્ટ લેવાવાળા ગ્રાહકો માટે ખુલ્લો રહે છે એ આ ટોગલથી પસંદ કરો.
- સેવ કરો પર દબાવો.
તમે તમારા કામકાજના સમયને રિસેટ કરવા માટે વધુ વિકલ્પો > ખાલી કરો પર પણ દબાવી શકો છો.
તમારા ઇમેઇલ અને વેબસાઇટમાં ફેરફાર કરવા માટે
- તમે જેને અપડેટ કરવા માગો છો તે ખાનાની પાસે રહેલા ફેરફાર કરો
વિકલ્પ પર દબાવો. - તમારી મહિતીને અપડેટ કરો.
- સેવ કરો પર દબાવો.
તમારા કેટલોગમાં ફેરફાર કરવા માટે
- તમારા કેટલોગને અપડેટ કરવા કે નવું કેટલોગ બનાવવા માટે સંચાલન કરો પર દબાવો.
- તમારા કેટલોગમાં જરૂર મુજબ વસ્તુઓને ઉમેરો અથવા તેમાં ફેરફાર કરો. કેટલોગ કેવી રીતે બનાવવું અને તેને જાળવી રાખવું તે વિશે આ લેખમાં વધુ જાણો.
'તમારા વિશે'ની માહિતીમાં ફેરફાર કરવા માટે
- બિઝનેસ વિશે જાણકારી આપવા 'તમારા વિશે' ખાનામાં તમે ફેરફાર કરો
પર દબાવો. - તમે 'તમારા વિશે' તમારી પસંદ મુજબનો મેસેજ બનાવી શકો છો અથવા 'તમારા વિશે પસંદ કરો' વિભાગમાં પહેલેથી હાજર મેસેજમાંથી એક પસંદ કરી શકો છો.
તમારા ફોન નંબરમાં ફેરફાર કરવા માટે
તમારા ફોન નંબરને અપડેટ કરવાની પ્રક્રિયાને શરૂ કરવા માટે 'તમારા વિશે' ખાના પર ફેરફાર કરો
સંબંધિત લેખો:
- તમારી બિઝનેસ પ્રોફાઇલ વિશે માહિતી
- iPhone | વેબ અને ડેસ્કટોપ પર તમારી બિઝનેસ પ્રોફાઇલમાં ફેરફાર કેવી રીતે કરવો