કેટલોગ કેવી રીતે બનાવવું અને જાળવવું
અપ-ટૂ-ડેટ રાખેલું કેટલોગ તમારા ગ્રાહકો માટે તમારા બિઝનેસ સાથે જોડાયેલા રહેવાનું વધુ સરળ બનાવે છે. આનાથી તમારી નવી પ્રોડક્ટ અને સેવાઓ દર્શાવવામાં પણ મદદ મળે છે.
તમારા કેટલોગમાં કોઈ પ્રોડક્ટ કે સેવા ઉમેરવા માટે
- WhatsApp Business ઍપ > વધુ વિકલ્પો
> સેટિંગ > બિઝનેસ ટૂલ > કેટલોગ ખોલો. - જો કોઈ નવું કેટલોગ બનાવતા હો, તો નવી વસ્તુ ઉમેરો પર દબાવો.
- વત્તાના આઇકન પર દબાવીને ફોટા ઉમેરો પર દબાવો.
- તમારા ફોટામાંથી અપલોડ કરવા માટે ગેલેરી પર અથવા તો નવા ફોટા લેવા માટે કેમેરા પર દબાવો. તમે વધુમાં વધુ 10 ફોટા ઉમેરી શકો છો.
- પ્રોડક્ટ કે સેવાને કોઈ નામ આપો. તમે અપલોડ કરેલી પ્રોડક્ટ માટે બીજી માહિતી જેમ કે કિંમત, વર્ણન, વેબસાઇટની લિંક અને પ્રોડક્ટ કે સેવાનો કોડ ઉમેરી શકો છો. આ બધી માહિતી આપવી મરજિયાત છે.
- સેવ કરો પર દબાવો.
ગ્રાહકોને કઈ પ્રોડક્ટ કે સેવાઓ દેખાઈ શકે તે બાબતને નિયંત્રિત કરવા માટે
નોંધ: બની શકે કે આ સુવિધા હજી તમારા માટે ઉપલબ્ધ ન હોય.
કેટલોગની વસ્તુઓ છુપાવવા માટે
- WhatsApp Business ઍપ > વધુ વિકલ્પો
> સેટિંગ > બિઝનેસ ટૂલ > કેટલોગ ખોલો. - તમે વસ્તુઓને એક-એક કરીને અથવા એકસાથે છુપાવી શકો છો.
- એક-એક કરીને વસ્તુને છુપાવવા માટે, પ્રોડક્ટની વિગતવાળા પેજને ખોલવા માટે વસ્તુ પર દબાવો. પછી, વધુ વિકલ્પો
> છુપાવો > છુપાવો પર દબાવો. - એકસાથે વસ્તુઓને છુપાવવા માટે, જ્યાં સુધી લીલા રંગનું ખરાનું આઇકન ન દેખાય ત્યાં સુધી તમે જેને છુપાવવા માગો છો તે વસ્તુઓ પૈકીની એક વસ્તુને દબાવી રાખો. પછી, તમે જેને છુપાવવા માગો છો તે અન્ય વસ્તુઓ > છુપાવો
> છુપાવો પર દબાવો.
વસ્તુના ફોટા પર
કેટલોગની વસ્તુઓ બતાવવા માટે
- WhatsApp Business ઍપ > વધુ વિકલ્પો
> સેટિંગ > બિઝનેસ ટૂલ > કેટલોગ ખોલો. - તમે વસ્તુઓને એક-એક કરીને અથવા એકસાથે બતાવી શકો છો.
- એક વસ્તુને બતાવવા માટે, પ્રોડક્ટની વિગતવાળા પેજને ખોલવા માટે વસ્તુ પર દબાવો. પછી, વધુ વિકલ્પો
> બતાવો > બતાવો પર દબાવો. - એકસાથે વસ્તુઓને બતાવવા માટે, તમે જેને બતાવવા માગો છો તે વસ્તુઓ પૈકીની એક વસ્તુને દબાવી રાખો. પછી, તમે જેને બતાવવા માગો છો તે અન્ય વસ્તુઓ > બતાવો
> બતાવો પર દબાવો.
તમારા કેટલોગમાંથી કોઈ પ્રોડક્ટ કે સેવા ડિલીટ કરવા માટે
- WhatsApp Business ઍપ ખોલો > વધુ વિકલ્પો
> સેટિંગ> બિઝનેસ ટૂલ > કેટલોગ પર દબાવો. - તમે ડિલીટ કરવા માગતા હો તે પ્રોડક્ટ કે સેવાના ફોટો પર તમારી આંગળીથી દબાવી રાખો.
- ડિલીટના આઇકન પર દબાવ્યા પછી હા પર દબાવો.
વૈકલ્પિક રીતે, તમે જે પ્રોડક્ટ કે સેવા ડિલીટ કરવા માગતા હો તેનો ફોટો પસંદ કરો. પછી, વધુ વિકલ્પો
નોંધ:
- કેટલોગમાં ઉમેરેલો દરેક ફોટો રિવ્યૂને આધીન છે. રિવ્યૂથી ફોટો, પ્રોડક્ટ અથવા સેવા WhatsApp કોમર્સ પોલિસી સાથે મેળ ખાય છે કે નહિ એની ખાતરી કરવામાં મદદ મળે છે.
- જો તમારું WhatsApp Business એકાઉન્ટ Facebook શૉપ સાથે લિંક છે અને તમે સેલ્સ ચેનલ તરીકે WhatsApp ચાલુ કર્યું છે, તો તમારા WhatsApp કેટલોગની જગ્યાએ ડિફોલ્ટ રીતે Facebook શૉપ દેખાવા માંડશે. આ તમારા WhatsApp કેટલોગને ડિલીટ કરી કે બદલી દેશે નહિ, પરંતુ તમે અને તમારા ગ્રાહકો તેને જોઈ શકશો નહિ. તમે સેલ્સ ચેનલ તરીકે WhatsAppને બંધ કરીને અથવા છુપાવીને કોઈ પણ સમયે તમારા WhatsApp કેટલોગ પર પાછા ફરી શકો છો. કોમર્સ મેનેજરમાં તમારી સેલ્સ ચેનલનું સંચાલન કેવી રીતે કરવું તે આ લેખ પરથી જાણો.