WhatsApp તમને તમારા ફોટા અને વિડિઓઝને ઈમોજીઓ, ટેક્સ્ટ, મુક્તાકાર ચિત્રો અને ફિલ્ટરો ઉમેરી શકો છો.
નોંધ: આ વિશેષતાઓ ફક્ત iPhone 5s કે ઉચ્ચતર અને iOS 9 કે ઉચ્ચતર માટે જ ઉપલબ્ધ છે.
ફોટા અને વિડિઓઝ સંપાદિત કરવા માટે
- ટેક્સ્ટની જગ્યા પાસે જોડો
ઉપર ટેપ કરો.
- કોઈ નવો ફોટો કે વિડિઓ લ્યો અથવા તમારા કેમેરા રોલમાં રહેલમાંથી ફોટો કે વિડિઓની પસંદગી કરો.
- તમારા ફોટા કે વિડિઓનું સંપાદન શરુ કરો.
ઈમોજીઓ ઉમેરવી
- ઉપરની તરફ ઈમોજી
પર ટેપ કરો.
- કોઈ ઈમોજી પસંદ કરો.
- ઈમોજીને ખસેડવા માટે, તેને ટેપ કરી રાખી મૂકો, પછી તેને ખેંચો.
- ઈમોજીને નાની કે મોટી કરવા, બે આંગળીઓને તેની ઉપર પાસે લાવી ચપટી ભરો અથવા આંગળીયોને તેની ઉપર એકબીજાથી દૂર લઈ જાઓ.
- ઈમોજીને ફેરવવા માટે, તેના ઉપર ચપટી ભરીને તેને ફેરવો.
ટેક્સ્ટ (અક્ષર) ઉમેરવા
- ઉપરની તરફ "T" બટન પર ટેપ કરો.
- ટેક્સ્ટની જગ્યામાં ઇચ્છાનુસાર ટેક્સ્ટ ટાઈપ કરો.
- રંગ પસંદ કરવા, જમણી બાજુમાં રંગ પસંદગીકાર ઉપર તમારી આંગળીને ઉપર કે નીચે સરકાવો.
- અક્ષરનો પ્રકાર પસંદ કરવા, જમણી બાજુમાં રંગ પસંદગીકાર પરથી તમારી આંગળીને ડાબી બાજુમાં સરકાવો. તમારી આંગળી ઉપાડી અક્ષરની પસંદગીાની પુષ્ટિ આપો.
- અક્ષરોને નાના કે મોટા કરવા માટે, બે આંગળીઓને તેની ઉપર પાસે લાવી ચપટી ભરો અથવા આંગળીયોને તેની ઉપર એકબીજાથી દૂર લઈ જાઓ.
- અક્ષરોને ફેરવવા માટે, તેના ઉપર ચપટી ભરીને તેને ફેરવો.
ચિત્રણ
- ઉપરની તરફ ચિત્રણ
પર ટેપ કરો.
- તમારી આંગળી વડે મુક્ત હસ્ત ચિત્રણ કરો.
- રંગ પસંદ કરવા, જમણી બાજુમાં રંગ પસંદગીકાર ઉપર તમારી આંગળીને ઉપર કે નીચે સરકાવો. તમારી દોરેલી દરેક રેખા માટે તમે રંગ પસંદ કરી શકો છો.
ફિલ્ટર્સ લગાડવાં.
- ફોટા કે વિડિઓ ઉપર સરકાવો.
- ફિલ્ટર પસંદ કરો.
સંપાદન છોડી મૂકવાં અને મોકલવાં
ઈમોજીઓ અને ટેક્સ્ટને છોડી મૂકવા માટે, તેમને સ્ક્રીનની ઉપર કચરાપેટી તરફ ખેંચીને લાવો અને છોડો. ચિત્રણને રદ્દ કરવા, પૂર્વવત્ બટન પર ટેપ કરો. તમારા ફોટા કે વિડિઓને સંપાદિત કરી લીધા પછી,
મોકલો
પર ટેપ કરો.