બે વાર ખાતરી એક વૈકલ્પિક સુવિધા છે જે તમારા એકાઉન્ટની સુરક્ષામાં વધારો કરે છે. જયારે તમે બે વાર ખાતરી કરવાની સુવિધા ચાલુ કરો, ત્યારે WhatsApp પર તમારા ફોન નંબરની ખાતરી કરવાના તમામ પ્રયાસોમાં છ આંકડાવાળો પિન, જે તમે આ સુવિધાનો ઉપયોગ દરમિયાન બનાવ્યો હોય, તેને દાખલ કરવો ફરજિયાત છે.
બે વાર ખાતરી કરવાનું ચાલુ કરવા માટે, WhatsApp > સેટિંગ > એકાઉન્ટ > બે વાર ખાતરી > ચાલુ કરો ખોલો.
આ સુવિધા ચાલુ કર્યા પછી, તમે વૈકલ્પિક રીતે તમારું ઇમેઇલ એડ્રેસ પણ દાખલ કરી શકો છો. જો ક્યારેય તમે તમારો છ આંકડાવાળો પિન ભૂલી જાઓ, તો આ ઇમેઇલ એડ્રેસ WhatsAppને તમારા માટે બે વાર ખાતરી કરવાનું ચાલુ કરવા માટે અને તમારા ખાતાનું રક્ષણ કરવા માટે તમને ઇમેઇલ દ્વારા લિંક મોકલવા કામ લાગશે. અમે આ ઇમેઇલ એડ્રેસ ખરું હોવાની ખાતરી કરતા નથી. અમારી ભારપૂર્વક ભલામણ છે કે તમે ભૂલ વગરનું ઇમેઇલ એડ્રેસ આપો, જેથી જો તમે તમારો પિન ભૂલી પણ જાઓ તો તમે તમારાં એકાઉન્ટમાં પ્રવેશ ન કરી શકો તેવી પરિસ્થિતિ ન આવે.
મહત્ત્વનું: જો તમને ખાતરી કરવા માટેનો ઇમેઇલ મેળવ્યો હોય, પણ તમે તેની વિનંતી કરી ન હોય, તો તે લિંક ઉપર ક્લિક કરશો નહિ. કોઈ તમારા ફોન નંબરની WhatsApp પર ખાતરી કરવાનો પ્રયત્ન કરતું હોઈ શકે.
જો તમે બે વાર ખાતરીની સુવિધા ચાલુ કરી હશે, તો WhatsAppને છેલ્લી વાર વાપર્યાના 7 દિવસની અંદર, તમારા પિન વગર WhatsApp પર તમારા નંબરની ફરી ખાતરી કરવાની પરવાનગી આપવામાં આવશે નહિ. જો તમે તમારો પિન ભૂલી જાઓ અને તમે બે વાર ખાતરી કરવા માટે તમારું ઇમેઇલ એડ્રેસ ન આપ્યું હોય, તો તમને પણ WhatsAppને છેલ્લી વાર વાપર્યાના 7 દિવસની અંદર, તમારા પિન વગર WhatsApp પર તમારા નંબરની ફરી ખાતરી કરવાની પરવાનગી આપવામાં આવશે નહિ. આ 7 દિવસ પછી, તમારા પિન વગર તમારા નંબરની WhatsApp પર ફરી ખાતરી કરવાની પરવાનગી આપવામાં આવશે, પરંતુ ફરી ખાતરી કરવાથી તમારા બાકી મેસેજ ગુમાવી બેસશો અને એ બધા ડિલીટ થઈ જશે. WhatsAppનો છેલ્લી વાર ઉપયોગ કર્યાના 30 દિવસ પછી, જો તમારા નંબરની ફરી ખાતરી કરવામાં આવે, તે પણ તમારા પિન વગર, તો તમારું એકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવશે અને સફળ પ્રમાણીકરણ પૂર્ણ થયા પછી નવાં એકાઉન્ટની રચના કરવામાં આવશે.
નોંધ: તમને તમારો પિન યાદ રાખવા મદદ મળે એ માટે, WhatsApp તમને અમુક ચોક્કસ સમય બાદ તમારો પિન દાખલ કરવા વિનંતી કરશે. આ બંધ કરવું હોય તો એક માત્ર રસ્તો એ છે કે બે વાર ખાતરી કરવાની સુવિધા બંધ કરો.