સ્ટેટસ તમને લખાણ, ફોટો, વીડિયો અને GIF અપડેટ શેર કરવા દે છે, જે 24 કલાક પછી દેખાતું નથી. તમારા સંપર્કોને સ્ટેટસ અપડેટ મોકલવા અને તેમની પાસેથી મેળવવા માટે, તમારી અને તમારા સંપર્કો પાસે પોતાના ફોનની એડ્રેસ બુકમાં એકબીજાના ફોન નંબર સેવ કરેલા હોય તે જરૂરી છે.
સ્ટેટસ અપડેટ જોવા અને તેનો જવાબ આપવા માટે
- કોઈ સંપર્કની સ્ટેટસ અપડેટ જોવા માટે, સ્ટેટસ
ટેબ અને પછી જે સંપર્કની સ્ટેટસ અપડેટ જોવી હોય તેના પર દબાવો.
- કોઈ સંપર્કની સ્ટેટસ અપડેટનો જવાબ આપવા માટે, જોતી વખતે જવાબ આપો
પર દબાવો.
સ્ટેટસ અપડેટ બનાવવા અને મોકલવા માટે
- સ્ટેટસ
પર દબાવો.
- પછી:
- ફોટો પાડવા, વીડિયો કે GIF રેકોર્ડ કરવા અથવા ફોનમાંથી કોઈ ફોટો, વીડિયો કે GIF પસંદ કરવા માટે કેમેરા
અથવા મારું સ્ટેટસ પર દબાવો. તમે ફોટો, વીડિયો કે GIF સાથે મેસેજ લખી શકો છો કે તેમાં ફેરફાર પણ કરી શકો છો. આ બધું કેવી રીતે કરવું તે તમે આ લેખમાં શીખી શકો છો.
- જો તમે સ્ટેટસ અપડેટ લખવા માંગતા હો, તો લખાણ
પર દબાવો. અક્ષર પસંદ કરવા માટે તમે T અને બેકગ્રાઉન્ડનો રંગ પસંદ કરવા માટે રંગ
પર દબાવી શકો છો.
- મોકલો
પર દબાવો.
વૈકલ્પિક રીતે, તમે કેમેરા
પર દબાવીને ફોટો, વીડિયો કે GIF સ્ટેટસ અપડેટ બનાવી અને મોકલી શકો છો.
તમારી સ્ટેટસ અપડેટને ડિલીટ કરવા માટે
- સ્ટેટસ
પર દબાવો.
- મારું સ્ટેટસ પર દબાવો.
- તમારી પાસે અમુક વિકલ્પો છે:
- જે સ્ટેટસ અપડેટ ડિલીટ કરવી હોય, તેની બાજુમાં વધુ
પર દબાવો. પછી ડિલીટ કરો
> 1 સ્ટેટસ અપડેટ ડિલીટ કરો પર દબાવો.
- જે સ્ટેટસ અપડેટ ડિલીટ કરવી હોય તેને ડાબે ખસેડો, પછી ડિલીટ કરો > ડિલીટ કરો પર દબાવો.
- જો એકથી વધારે સ્ટેટસ અપડેટ ડિલીટ કરવી હોય, તો ફેરફાર કરો પર દબાવો. ડિલીટ કરવી હોય તે સ્ટેટસ અપડેટ પસંદ કરો, પછી ડિલીટ કરો > {number of} સ્ટેટસ અપડેટ ડિલીટ કરો પર દબાવો.
તમારી સ્ટેટસ અપડેટ આગળ મોકલાવ માટે
- સ્ટેટસ
પર દબાવો.
- મારું સ્ટેટસ પર દબાવો.
- તમારી પાસે બે વિકલ્પો છે:
- જે સ્ટેટસ અપડેટ આગળ મોકલવી હોય, તેની બાજુમાં વધુ
પર દબાવીને આગળ મોકલો
પર દબાવો.
- જો એકથી વધારે સ્ટેટસ અપડેટ આગળ મોકલવી હોય, તો ફેરફાર કરો પર દબાવો. જે સ્ટેટસ અપડેટ આગળ મોકલવી હોય તેને પસંદ કરીને આગળ મોકલો પર દબાવો.
- જેમાં આગળ મોકલવું હોય તે વ્યક્તિગત ચેટ કે ગ્રૂપ શોધો અથવા પસંદ કરો.
- આગળ મોકલો પર દબાવો.
કોઈ સંપર્કની સ્ટેટસ અપડેટ કેવી રીતે મ્યૂટ કરવી કે તેના પરનું મ્યૂટ કેવી રીતે દૂર કરવું
કોઈ સંપર્કની સ્ટેટસ અપડેટ મ્યૂટ કરવા માટે
તમે કોઈ ખાસ સંપર્કની સ્ટેટસ અપડેટ મ્યૂટ કરી શકો છો, જેથી એ સ્ટેટસ
ટેબમાં હવેથી ઉપર ન દેખાય.
- સ્ટેટસ
પર દબાવો.
- તમારા સંપર્કની સ્ટેટસ અપડેટને ડાબી બાજુએ ખસેડો.
- મ્યૂટ કરો > મ્યૂટ કરો પર દબાવો.
કોઈ સંપર્કની સ્ટેટસ અપડેટ પરનું મ્યૂટ દૂર કરવા માટે
- સ્ટેટસ
પર દબાવો.
- મ્યૂટ કરેલી અપડેટ જોવા માટે નીચે સુધી જાઓ.
- તમારા સંપર્કની સ્ટેટસ અપડેટને ડાબી બાજુએ ખસેડો.
- મ્યૂટ ખોલો > મ્યૂટ ખોલો પર દબાવો.
સંદર્ભો
- બીજી ઍપ પર WhatsApp સ્ટેટસ અપડેટ કેવી રીતે શેર કરી શકાય તે આ લેખમાં શીખો.
- સ્ટેટસ પ્રાઇવસી વિશે આ લેખમાં વધુ શીખો.
- Android પર સ્ટેટસ કેવી રીતે વાપરવું તે શીખો.