WhatsAppની વાત માટે ક્લિક વિશેષતા, તમારા ફોનની સરનામા પુસ્તિકામાં, કોઈના ફોન નંબરના ના હોવા છતાં તેની સાથે વાત શરૂ કરવાની તમને સગવડ આપે છે. જ્યાં સુધી તમને તે વ્યક્તિનો ફોન નંબર ખબર હોય, તમે તેની સાથે વાત કરી શકવા માટે એક લિંક બનાવી શકો છો. તે લિંક ઉપર ક્લિક કરીને, તે વ્યક્તિ સાથેની વાત આપોઆપ ખુલી જાય છે. વાત માટે ક્લિક તમારા ફોન અને વેબ માટે WhatsApp બન્ને ઉપર ચાલે છે.
તમારી પોતાની લિંકની રચના કરવા માટે, https://wa.me/<number>
નો ઉપયોગ કરો જેમાં <number>
તે વ્યક્તિનોઆંતર્રાષ્ટ્રીય શૈલીમાં સંપૂર્ણ ફોન નંબર હશે. આંતર્રાષ્ટ્રીય શૈલીમાં ફોન નંબરની ઉમેરણી કરતા સમય, કોઈ પણ શૂન્ય,કૌંસ કે તૂટક હોય, તેને છોડી દો. આંતર્રાષ્ટ્રીય નંબરો પર વિસ્તૃત સ્પષ્ટતા માટે, આ લેખ વાંચો. કૃપયા યાદ રાખો કે આ ફોન નંબર સાથે WhatsApp ઉપર એક સક્રિય ખાતો હોવો જોઈયે.
ٓઆનો ઉપયોગ કરો: https://wa.me/15551234567
આનો ઉપયોગ ના કરો: https://wa.me/+001-(555)1234567
વાતમાં લખાણની જગ્યામાં આપમેળે જાહેર થતા, પહેલાથી ભરેલ સંદેશ સાથેની તમારી પોતાની લિંકની રચના કરવા માટે, https://wa.me/whatsappphonenumber/?text=urlencodedtext
નો ઉપયોગ કરો જેમાં whatsappphonenumber
આંતર્રાષ્ટ્રીય શૈલીમાં સંપૂર્ણ ફોન નંબર હોય અને URL-encodedtext
URL-સાંકેતિક લિપિમાં લખેલ પહેલાથી ભરેલ સંદેશ હોય.
દા.ત.: https://wa.me/15551234567?
text=મને%20તમારી%20ગાડી%20ખરીદવામાં%20રસ%20છે
માત્ર પહેલાથી ભરેલ સંદેશ સાથેની લિંકની રચના કરવા માટે, https://wa.me/?text=urlencodedtext
નો ઉપયોગ કરો.
દા.ત.: https://wa.me/?
text=મને%20ભાડાના%20મકાનમાં%20રસ%20છે
લિંક ઉપર ક્લિક કર્યા પછી, તમે જેમને સંદેશ મોકલી શકો તેવા સંપર્કોની એક સૂચિ દેખાડવામાં આવશે.