ગ્રૂપનો કોઈ પણ એડમિન ગ્રૂપના કોઈ પણ સભ્યને એડમિન બનાવી શકે છે. એક ગ્રૂપમાં અમર્યાદિત સંખ્યામાં એડમિન હોઈ શકે છે.
નોંધ: ગ્રૂપના મૂળ સર્જકનેે ગ્રૂપમાંથી દૂર કરી શકાતા નથી અને એ જ્યાં સુધી ગ્રૂપ ન છોડે ત્યાં સુધી ગ્રૂપના એડમિન બન્યા રહેશે.
કોઈ સભ્યને ગ્રૂપના એડમિન બનાવવા માટે:
- ગ્રૂપમાં જઈને વિષય પર દબાવો.
- વૈકલ્પિક રીતે, ચેટ ટેબમાં જોઈતા ગ્રૂપ પર થોડી વાર સુધી દબાવી રાખો. પછી ગ્રૂપની માહિતી દબાવો.
- જેને એડમિન બનાવવા માગતા હો એ સભ્ય પર દબાવી રાખો.
- ગ્રૂપ એડમિન બનાવો પર દબાવો.
કોઈ એડમિનને કાઢવા માટે:
- ગ્રૂપમાં જઈને વિષય પર દબાવો.
- વૈકલ્પિક રીતે, ચેટ ટેબમાં જોઈતા ગ્રૂપ પર થોડી વાર સુધી દબાવી રાખો. પછી ગ્રૂપની માહિતી દબાવો.
- તમે જે એડમિનને કાઢવા માગતા હો એના પર દબાવી રાખો.
- એડમિન તરીકે કાઢો પર દબાવો.
આના પર ગ્રૂપ એડમિનનાં સંચાલન વિશે શીખો: Android | iPhone | WhatsApp Web