WhatsApp વીડિયો કૉલિંગ તમને કોઈ પણ WhatsApp વાપરનારાઓને કૉલ કરવાની સુવિધા આપે છે. માત્ર Windows Phone 8.1+ વાપરનારાઓ માટે વીડિયો કૉલિંગની સુવિધા ઉપલબ્ધ છે. જો તમારી ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ કરતી નહિ હોય, તો વીડિયો કૉલિંગની સુવિધા તમને મળશે નહિ.
નોંધ: ખાતરી કરો કે વીડિયો કૉલ કરતી કે મેળવતી વખતે તમે અસરકારક નેટવર્ક કનેક્શન ધરાવતા હો. નબળાં કે ખોટી રીતે સેટ કરેલાં કનેક્શનના લીધે વીડિયો અને ઓડિયોની ગુણવત્તા ખરાબ મળી શકે છે. જો તમે કોઈ વાઇ-ફાઇ સાથે જોડાયેલા છો, તો તમારા વીડિયો કૉલની ગુણવત્તા તમારા વાયરલેસ નેટવર્કનાં સિગ્નલ અને નેટવર્કની ડેટા ઝડપ પર આધારિત છે.
WhatsApp વીડિયો કૉલ કરવા માટે, તમે જેને કૉલ કરવા માગતા હો એની સાથેની માત્ર ચેટ ખોલો અને ચેટ સ્ક્રીનમાં ઉપર જમણે આવેલી ફોનની નિશાની પર દબાવો, પછી વીડિયો કૉલ પર દબાવો.
જ્યારે તમને કોઈ વીડિયો કૉલ કરશે, ત્યારે તમને WhatsApp વીડિયો કૉલ આવે છે એવી સ્ક્રીન દેખાશે.
જ્યારે તમે WhatsAppમાં જ હો, ત્યારે તમે વીડિયો કૉલ ઉપાડી કે કાપી શકો છો. વૈકલ્પિક રીતે, તમે WhatsApp મેસેજ મોકલીને વીડિયો કૉલ કાપી શકો છો: મેસેજથી જવાબ આપો દબાવો અને ઝડપી મેસેજ પસંદ કરો.
આના પર WhatsApp વીડિયો કૉલિંગની સુવિધા કેવી રીતે વાપરવી એ શીખો: Android | iPhone