બિઝનેસનું નામ બિઝનેસ અથવા સંગઠનને રજૂ કરતું હોવું જોઈએ.
બિઝનેસનું નામ રાખવાના નિયમો
“ઓફિશિયલ બિઝનેસ એકાઉન્ટ” માટે લાયક ઠરવા, બિઝનેસ નામમાં નીચેની બાબતો ન હોવી જોઈએ:
- ટૂંકા નામને બાદ કરતા બધા જ અક્ષરો કેપિટલમાં. દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલમાં લખી શકાય, કોઈ પણ સંયોજક કેપિટલ અક્ષરોમાં ન લખી શકાય. દાખલા તરીકે:
- ખરું: Sweet Treats અથવા Tammy's Burritos and Tacos
- ખોટું: SWEET TREATS અથવા Tammy's Burritos And Tacos
- શબ્દો વચ્ચે કોઈ વધારાની જગ્યા ન હોવી જોઈએ. બિઝનેસ નામમાં શબ્દો વચ્ચે માત્ર એક ખાલી જગ્યા જ હોવી જોઈએ.
- બિનજરૂરી વિરામચિહ્ન
- ઇમોજી
- ચિહ્નો (દા.ત.:®)
- સતત આલ્ફા-ન્યૂમરિક ચિહ્નો (એવા ચિહ્નો જે અક્ષર કે નંબર નથી)
- આમાંથી કોઈ ખાસ ચિહ્ન: ~!@#$%^&*()_+:;"'{}[]\|<>,/?
- "WhatsApp" શબ્દમાં ફેરબદલી અમારી બ્રાન્ડ માર્ગદર્શિકા પર જઈને વધુ જાણો.
ઉપરાંત, બિઝનેસ નામોમાં ફક્ત આ ન હોવું જોઈએ:
- વ્યક્તિનું આખું નામ
- કોઈ સામાન્ય નામ (દા.ત.: ફેશન)
- કોઈ સામાન્ય ભૌગોલિક સ્થળ (દા.ત.: ન્યૂ યોર્ક)
- ત્રણથી ઓછા અક્ષરો
નોંધ: જો તમારું બિઝનેસ એકાઉન્ટ “ઓફિશિયલ બિઝનેસ એકાઉન્ટ” તરીકે લિસ્ટ કરેલું હોય, તો તમારા નામમાં ફેરફાર કરવાથી તમારા એકાઉન્ટ પરથી “ઓફિશિયલ બિઝનેસ એકાઉન્ટ”નો દરજ્જો હટી જશે.