WhatsApp તમારા ફોનની સરનામા પુસ્તિકાને વાંચી, ઝડપથી અને સરળતાપૂર્વક અોળખી લે છે કે તમારા સંપર્કોમાંથી કોણ કોણ WhatsApp વાપરે છે. કોઈ સંપર્કને રદ્દ કરવા માટે, બસ તમારા ફોનની સરનામા પુસ્તિકામાંથી તેમના ફોન નંબરને રદ્દ કરી દો:
તમારા Contacts અૅપમાંથી કોઈ સંપર્કને રદ્દ કરી દેવાથી તે સંપર્ક સાથેના તમારા વાતના ઇતિહાસનું રદ્દીકરણ થશે નહીં.
કોઈ વાતને કેવી રીતે રદ્દ કરવી તે આ લેખ પરથી શીખો.
કોઈ સંપર્કને કેવી રીતે રદ્દ કરવું તે અહીં શીખો: Android | Windows Phone