જો તમે કોઈ ગ્રૂપમાંથી બહાર નીકળો છો, તો તમને તે ગ્રૂપમાંથી દૂર કરવામાં આવશે. જોકે તમને એ ગ્રૂપ તમારી ચેટ ટેબમાં દેખાતું રહેશે અને તમે એની ચેટ હિસ્ટરી જોઈ શકશો. જો તમે જ એકલા ગ્રૂપ એડમિન હો અને તમે ગ્રૂપમાંથી બહાર નીકળી જાઓ, તો બાકીના સભ્યોમાંથી કોઈની પણ એડમિન તરીકે પસંદગી કરવામાં આવે છે.
કોઈ ગ્રૂપમાંથી બહાર નીકળવા માટે:
જેમાંથી બહાર નીકળવું હોય તે WhatsApp ગ્રૂપ ચેટ ખોલીને ગ્રૂપના વિષય પર દબાવો.
વૈકલ્પિક રીતે, ચેટ ટેબમાં જે ગ્રૂપમાંથી બહાર નીકળવું હોય તે ગ્રૂપ પર દબાવી રાખો. વધુ વિકલ્પો પર દબાવો.
ગ્રૂપમાંથી બહાર નીકળો > બહાર નીકળો પર દબાવો.
ગ્રૂપને ડિલીટ કેવી રીતે કરવું
તમે કોઈ ગ્રૂપમાંથી બહાર નીકળો પછી, તમારી પાસે એ ગ્રૂપને ડિલીટ કરવાનો વિકલ્પ છે. તમે ગ્રૂપને ડિલીટ કરો પછી તમે તમારી ચેટ ટેબમાં એ ગ્રૂપને હવે જોઈ શકશો નહિ અને એ ગ્રૂપની ચેટ હિસ્ટરી ભૂંસાઈ જશે. ગ્રૂપમાંથી બહાર નીકળ્યા પછી ગ્રૂપને ડિલીટ કરવા માટે:
જેને ડિલીટ કરવું હોય તે WhatsApp ગ્રૂપ ચેટ ખોલીને ગ્રૂપના વિષય પર દબાવો.
વૈકલ્પિક રીતે, ચેટ ટેબમાં જે ગ્રૂપને ડિલીટ કરવું હોય તે ગ્રૂપ પર દબાવી રાખો.
ગ્રૂપ ડિલીટ કરો > ડિલીટ કરો પર દબાવો.
જો તમે તમારા ફોનમાંથી ગ્રૂપના મીડિયાને ડિલીટ કરવા માગતા ન હો, તો ખાતરી કરો કે મારા ફોનમાંથી મીડિયા ડિલીટ કરો પર ખરાની નિશાની ન હોય.