જો તમે WhatsApp પર મેસેજ મોકલી કે મેળવી શકતા ન હો, તો બની શકે કે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા ન હો. સમસ્યા ઉકેલવા:
- જુઓ કે તમારા મેસેજ પાસે ચેક માર્કની જગ્યાએ ઘડિયાળની નિશાની છે કે નહિ. જો હોય, તો એનો અર્થ થયો કે તમારા મેસેજ પહોંચી શક્યા નથી.
- તમારા ફોનનું નેટવર્ક સિગ્નલ તપાસો અને જુઓ કે તે સતત ઝબક્યા કરે છે કે ખાલી છે.
બની શકે કે WhatsAppને ડિલીટ કરીને ફરી ઇન્સ્ટોલ કરવાની જરૂર ન પડે. ઇન્ટરનેટ કનેક્શનને લગતી મોટા ભાગની સમસ્યાઓ નીચેનાં પગલાં ભરીને દૂર કરી શકાય છે:
- તમારા ફોનને બંધ કરીને ફરીથી ચાલુ કરો.
- બીજી ઍપ ચાલે છે કે નહિ તે તપાસો. જો ન ચાલતી હોય, તો બીજું ઇન્ટરનેટ કનેક્શન અજમાવી જુઓ.
- તમારા ફોનના ઍપ્લિકેશન સ્ટોરમાં ઉપલબ્ધ લેટેસ્ટ વર્ઝનથી WhatsAppને અપડેટ કરો.
- મોબાઇલ સેવા પૂરી પાડનારી તમારી કંપનીનો સંપર્ક કરો.
નોંધ: નીચેનો વીડિયો માત્ર JioPhone અને JioPhone 2 વાપરતા WhatsApp વપરાશકર્તાઓ માટે છે.