વોઇસ મેસેજ કેવી રીતે પ્લે કરવો
વોઇસ મેસેજ પ્લે કરવા માટે
- તમારે જે વોઇસ મેસેજ સાંભળવો હોય તે પસંદ કરો.
- પ્લે કરો પર દબાવો. આ વોઇસ મેસેજ તમારા ફોનના સ્પીકરમાં પ્લે કરાશે. જો હેડફોન લગાવેલા હશે, તો વોઇસ મેસેજ હેડફોનમાં પ્લે થશે.
તમે મેળવેલા વોઇસ મેસેજ પર તમને આ દેખાશે:
- તમે સાંભળ્યા નહિ હોય એ વોઇસ મેસેજ પર લીલો માઇક્રોફોન
દેખાશે. - તમે સાંભળ્યા હશે એ વોઇસ મેસેજ પર વાદળી માઇક્રોફોન
દેખાશે.
નોંધ: નીચેનો વીડિયો માત્ર JioPhone કે JioPhone 2 પરના WhatsApp વપરાશકર્તાઓને લાગુ પડે છે.
સંબંધિત લેખ:
- વોઇસ મેસેજ કેવી રીતે મોકલવા