સંપર્ક કેવી રીતે ઉમેરવો
તમે WhatsApp અથવા તમારા ફોનની એડ્રેસ બુક દ્વારા સંપર્કો ઉમેરી શકો છો.
WhatsApp દ્વારા સંપર્ક ઉમેરવા માટે
- નવી ચેટ > વિકલ્પો > નવો સંપર્ક ઉમેરો પર દબાવો.
- JioPhone અથવા JioPhone 2 પર, તમારે પસંદ કરવું પડશે કે તમે સંપર્કને ફોન મેમરી કે પછી સિમ મેમરીમાં સેવ કરવા માગો છો.
- સંપર્કનું નામ અને ફોન નંબર લખો > સેવ કરો પર દબાવો.
- સંપર્ક આપમેળે તમારા સંપર્કના લિસ્ટમાં ઉમેરવો જોઈએ. જો સંપર્ક ન દેખાય, તો નવી ચેટ > વિકલ્પો > સંપર્કો ફરીથી લોડ કરો પર દબાવો.
તમારા ફોનની એડ્રેસ બુક દ્વારા સંપર્ક ઉમેરવા માટે
- ઍપ મેનૂ પર સંપર્કો પર દબાવો.
- નવો સંપર્ક અથવા નવો પર દબાવો.
- JioPhone અથવા JioPhone 2 પર, તમારે પસંદ કરવું પડશે કે તમે સંપર્કને ફોન મેમરી કે પછી સિમ મેમરીમાં સેવ કરવા માગો છો.
- સંપર્કનું નામ અને ફોન નંબર લખો > સેવ કરો પર દબાવો.
- સંપર્ક આપમેળે તમારા WhatsAppના સંપર્ક લિસ્ટમાં ઉમેરવો જોઈએ. જો સંપર્ક ન દેખાય, તો WhatsApp ખોલો અને પછી નવી ચેટ > વિકલ્પો > સંપર્કો ફરીથી લોડ કરો પર દબાવો.
નોંધ: તમે તમારા ફોનની એડ્રેસ બુકમાંથી સંપર્ક ડિલીટ કરી શકો છો, પરંતુ તમે WhatsAppમાંથી કોઈ સંપર્ક ડિલીટ કરી શકતા નથી.