વોઇસ મેસેજ કેવી રીતે મોકલવા
જો તમે મેસેજ લખવા માગતા ન હો, તો તમે વોઇસ મેસેજ રેકોર્ડ કરીને મોકલી શકો છો.
વોઇસ મેસેજ મોકલવા માટે
- કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
- ખાતરી કરો કે તમે મેસેજ બોક્સ પસંદ કરેલું છે.
- વોઇસ > વોઇસ પર દબાવો અને તમારો વોઇસ મેસેજ રેકોર્ડ કરવા બોલવાનું શરૂ કરો.
- રેકોર્ડ કરવાનું બંધ કરવા માટે બંધ કરો પર દબાવો.
- પછી તમે આ કરી શકો છો:
- વોઇસ મેસેજ સાંભળવા માટે પ્લે કરો પર દબાવો.
- વોઇસ મેસેજ મોકલવા માટે મોકલો પર દબાવો.
- વોઇસ મેસેજ ડિલીટ કરવા માટે ડિલીટ કરો પર દબાવો.
નોંધ: જો તમારા મેસેજનો શરૂઆતનો ભાગ રેકોર્ડ ન થયો હોય, તો બની શકે કે તમારે બોલતા પહેલાં એક સેકન્ડ રાહ જોવી પડે.
તમે મોકલેલા વોઇસ મેસેજ પર તમે આમ જોશો:
- તમારો મેસેજ મેળવનારે પ્લે ન કરેલા વોઇસ મેસેજ પર લીલો માઇક્રોફોન
જોવા મળશે. - તમારો મેસેજ મેળવનારે પ્લે કરેલા વોઇસ મેસેજ પર વાદળી માઇક્રોફોન
જોવા મેળશે.
નોંધ: નીચેનો વીડિયો માત્ર JioPhone કે JioPhone 2 પરના WhatsApp વપરાશકર્તાઓને લાગુ પડે છે.