એક વાર જોઈ શકાય તેવું મીડિયા કેવી રીતે મોકલવું અને ખોલવું
તમે કોઈ એવો ફોટો કે વીડિયો મોકલી શકો છો જે મેસેજ મેળવનાર દ્વારા તેને ખોલવા પર અને મીડિયા વ્યૂઅરમાંથી બહાર નીકળી જવા પર WhatsAppમાં દેખાશે નહિ. એક વાર તેઓ મીડિયા વ્યૂઅરમાંથી બહાર નીકળી જાય એટલે, મીડિયા તે ચેટમાં દેખાશે નહિ અને તેઓ તેને ફરીથી જોઈ શકશે નહિ. એક વાર જોઈ શકાય એવા ફોટા અને વીડિયો મેસેજ મેળવનારના ફોટા કે ગેલેરીમાં સેવ થશે નહિ અને તે તેમને ફોરવર્ડ કરી શકશે નહિ.
એક વાર જોઈ શકાય એવું મીડિયા આમ મોકલો
- કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
- + પર દબાવો.
- તમારે જે મોકલવું હોય એ પસંદ કરો, તે પછી:
- તમારા કેમેરાથી નવો ફોટો લેવા કે તમારી લાઇબ્રેરીમાંથી ફોટો પસંદ કરવા માટે ફોટો પર દબાવો.
- તમારા કેમેરાથી નવો વીડિયો લેવા કે તમારા ફોનમાંથી વીડિયો પસંદ કરવા માટે વીડિયો પર દબાવો.
- પસંદ કરો > વિકલ્પો પર દબાવો, પછી એક વાર જુઓ પસંદ કરો.
- મોકલો પર દબાવો.
મેસેજ મેળવનાર જેવો ફોટો કે વીડિયો જોઈ લેશે, એવું તરત તમને ખોલ્યો લખેલું જોવા મળશે.
એક વાર જોઈ શકાય એવું મીડિયા આમ ખોલો
- જે મેસેજ પર 1
લખેલું આવે તેને ખોલો. - ફોટો કે વીડિયો જુઓ.
તમે જે મીડિયા જોઈ લીધું હશે તેના માટે તમને ચેટમાં ખોલ્યો લખેલું જોવા મળશે. એક વાર તમે મીડિયા વ્યૂઅરથી બહાર નીકળી જાઓ, એટલે તમે WhatsApp પર મીડિયાને ફરીથી જોઈ કે તેની જાણ કરી શકશો નહિ અને તે તમારા કેમેરા રોલમાં પણ સેવ થશે નહિ.
સંબંધિત લેખો:
- 'એક વાર જોવા'ની સુવિધા વિશે જાણકારી
- Android | iPhone | વેબ અને ડેસ્કટોપ પર એક વાર જોઈ શકાય તેવું મીડિયા કેવી રીતે મોકલવું અને ખોલવું
- WhatsApp પર કેવી રીતે મેસેજની જાણ કરવી