ગ્રૂપનાં નોટિફિકેશન કેવી રીતે બંધ કે ચાલુ કરવા
તમે ગ્રૂપનાં નોટિફિકેશન ચોક્કસ સમયગાળા માટે બંધ કરી શકો છો. જોકે, તે ગ્રૂપમાં મોકલાતા મેસેજ તો તમને મળતા રહેશે, પણ મેસેજ આવે ત્યારે તમારો ફોન વાઇબ્રેટ કે અવાજ નહિ કરે.
ગ્રૂપનાં નોટિફિકેશન બંધ કરવા માટે
- WhatsApp ગ્રૂપ ચેટ પસંદ કરો.
- વિકલ્પો > નોટિફિકેશન બંધ કરો > ઓકે પર દબાવો.
- જેટલા સમય સુધી નોટિફિકેશન બંધ કરવાં હોય તેટલો સમયગાળો પસંદ કરો.
- ઓકે પર દબાવો.
ગ્રૂપનાં નોટિફિકેશન ચાલુ કરવા માટે
- WhatsApp ગ્રૂપ ચેટ પસંદ કરો.
- વિકલ્પો > નોટિફિકેશન ચાલુ કરો > ઓકે પર દબાવો.