તમે ફક્ત તમારા માટે મેસેજ ડિલીટ કરી શકો છો અથવા બધા માટે તે મેસેજ ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો.
બધા માટે મેસેજ ડિલીટ કરો
બધા માટે મેસેજ ડિલીટ કરવાની સુવિધા તમને વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં તમે મોકલેલા કોઈ ચોક્કસ મેસેજને ડિલીટ કરવા દે છે. આ ખાસ કરીને ત્યારે ઉપયોગી છે જો તમે ખોટી ચેટ પર મેસેજ મોકલ્યો અથવા તમે મોકલેલા મેસેજમાં ભૂલ હોય.
બધા માટે ડિલીટ કરેલા મેસેજને નીચે આપેલા લખાણથી બદલી દેવાય છે:
“તમે આ મેસેજ ડિલીટ કર્યો”
જો મોકલનાર બધા માટે મેસેજ ડિલીટ કરે, તો તે મેસેજને નીચે આપેલા લખાણથી બદલી દેવાય છે:
“આ મેસેજ ડિલીટ કરાયો”
કોઈ મેસેજને બધા માટે ડિલીટ કરવા માટે:
- વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં, તમે જે મેસેજને ડિલીટ કરવા માગો છો તે પસંદ કરો.
- વિકલ્પો > ડિલીટ કરો > બધા માટે ડિલીટ કરો પર દબાવો.
નોંધ:
- મેસેજ બધા માટે સફળ રીતે ડિલીટ કરવા માટે, તમે અને મેસેજ મેળવનાર WhatsAppનું લેટેસ્ટ વર્ઝન વાપરતા હોય એ જરૂરી છે.
- iOS માટે WhatsApp વાપરતા હોય એવા મેસેજ મેળવનારની પાસે WhatsApp ચેટ પરથી મેસેજ ડિલીટ કરી નાખવા છતાંએ તમે મોકલેલો મીડિયા તેમના ફોટામાં સેવ થયેલો હોઈ શકે છે.
- જો તમે સફળ રીતે મેસેજ ડિલીટ કરી શકો નહિ તો મેળવનાર તમારો મેસેજ ડિલીટ થયા પહેલાં જોઈ શકે.
- જો બધા માટે મેસેજ ડિલીટ કરવાનું સફળ ન થાય, તો તમને જણાવવામાં આવશે નહિ.
- બધા માટે ડિલીટ કરો વાપરવા માટે તમારી પાસે મેસેજ મોકલ્યા પછી માત્ર એક કલાકનો સમય હોય છે.
- KaiOS પર એકસાથે વધારે મેસેજ ડિલીટ કરવાની સુવિધા નથી.
પોતાના માટે મેસેજ ડિલીટ કરો
તમે મોકલેલા કે મેળવેલા મેસેજની તમારી કોપિ ડિલીટ કરી શકો છો. આનાથી તમારો મેસેજ મેળવનારની ચેટમાં કોઈ અસર નહિ થાય. તમારો મેસેજ મેળવનારા એ મેસેજ હજી પણ તેઓની ચેટ સ્ક્રીનમાં જોઈ શકશે.
પોતાના માટે મેસેજ ડિલીટ કરવા માટે:
- કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં, તમે જે મેસેજને ડિલીટ કરવા માગો છો તે પસંદ કરો.
- વિકલ્પો > ડિલીટ કરો> મારા માટે ડિલીટ કરો પર દબાવો.
સંબંધિત લેખ:
Android | iPhone પર મેસેજ કેવી રીતે ડિલીટ કરવા