મૂળભૂત રીતે, ગ્રૂપનો કોઈ પણ સભ્ય ગ્રૂપનો ફોટો, વિષય, વર્ણન બદલી શકે છે અથવા તો મેસેજ મોકલી શકે છે. જોકે, કોઈ ગ્રૂપ એડમિન ગ્રૂપનાં સેટિંગ બદલીને માત્ર એડમિનને જ ગ્રૂપની માહિતીમાં ફેરફાર કરવા કે મેસેજ મોકલવાની મંજૂરી આપી શકે છે.
ગ્રૂપની માહિતીમાં ફેરફાર કરવાને લગતાં ગ્રૂપ સેટિંગ બદલવા માટે:
- WhatsApp ગ્રૂપ ચેટ ખોલો, પછી વિકલ્પો > ગ્રૂપની માહિતી પર દબાવો.
- વૈકલ્પિક રીતે, તમારા ચેટ લિસ્ટમાંથી જોઈતું ગ્રૂપ પસંદ કરો. પછી વિકલ્પો > ગ્રૂપની માહિતીને દબાવો.
- ગ્રૂપની માહિતીમાં ફેરફાર કરો પસંદ કરીને ફેરફાર કરો પર દબાવો.
- બધા સભ્યો કે માત્ર એડમિનને ગ્રૂપની માહિતીમાં ફેરફાર કરવાની મંજૂરી આપવાનું પસંદ કરો.
- ઓકે દબાવો.
મેસેજ મોકલવા માટેનાં ગ્રૂપ સેટિંગ બદલવા માટે:
- WhatsApp ગ્રૂપ ચેટ ખોલો, પછી વિકલ્પો > ગ્રૂપની માહિતી પર દબાવો.
- વૈકલ્પિક રીતે, તમારા ચેટ લિસ્ટમાંથી જોઈતું ગ્રૂપ પસંદ કરો. પછી વિકલ્પો > ગ્રૂપની માહિતીને દબાવો.
- મેસેજ મોકલો પસંદ કરીને ફેરફાર કરો પર દબાવો.
- બધા સભ્યો કે માત્ર એડમિન જ મેસેજ મોકલી શકે તેની મંજૂરી આપવાનું પસંદ કરો.
- ઓકે દબાવો.