કોઈ ચેટ કે ગ્રૂપને કેવી રીતે આર્કાઇવમાં ઉમેરી કે તેમાંથી પાછું લાવી શકાય
ચેટને આર્કાઇવ કરવાની સુવિધા તમને તમારા ચેટ લિસ્ટમાંથી કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટને છુપાવવાની સગવડ આપે છે. જેથી, તમે વાતચીતને વ્યવસ્થિત ગોઠવી શકો. તમે ચેટ લિસ્ટની સૌથી નીચે જઈને તમારી આર્કાઇવ કરેલી ચેટ જોઈ શકો છો.
નોંધ:
- કોઈ વ્યક્તિ કે ગ્રૂપ ચેટને આર્કાઇવ કરવાથી તે ચેટ કે ગ્રૂપને ડિલીટ કરવામાં આવશે નહિ.
- KaiOS પર એક જ વારમાં બધી વ્યક્તિગત કે ગ્રૂપ ચેટને આર્કાઇવ કરવાની સુવિધા નથી.
- આર્કાઇવ કરેલી વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં જ્યારે તમને કોઈ નવો મેસેજ મળશે ત્યારે તે આર્કાઇવમાંથી નીકળી જશે.
કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ આર્કાઇવ કરવા માટે
- તમારા ચેટ લિસ્ટમાં, તમે જે વ્યક્તિગત કે ગ્રૂપ ચેટને આર્કાઇવ કરવા માગો છો તેને પસંદ કરો.
- વિકલ્પો > આર્કાઇવ કરો > ઓકે પર દબાવો.
કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટને આર્કાઇવમાંથી પાછી લાવવા માટે
- નીચે જાઓ બટન દબાવી ચેટ લિસ્ટની સૌથી નીચે જઈને > આર્કાઇવ કરેલી ચેટ પર જાઓ.
- તમે જે વ્યક્તિગત કે ગ્રૂપ ચેટને આર્કાઇવમાંથી પાછી લાવવા માગો છો તેને પસંદ કરો.
- વિકલ્પો > આર્કાઇવમાંથી પાછું લાવો > ઓકે પર દબાવો.
સંબંધિત લેખો:
Android | iPhone | વેબ અને ડેસ્કટોપ પર કોઈ ચેટ કે ગ્રૂપને કેવી રીતે આર્કાઇવમાં ઉમેરી કે તેમાંથી પાછું લાવી શકાય