તમે પોતાના એકાઉન્ટને WhatsAppમાંથી ડિલીટ કરી શકો છો. એક વાર એકાઉન્ટ ડિલીટ કર્યા પછી તેને પાછું મેળવી શકાતું નથી. તમારાથી ભૂલથી ડિલીટ થઈ જાય તો પણ.
તમારું એકાઉન્ટ ડિલીટ કરવા માટે:
- વિકલ્પો > સેટિંગ > એકાઉન્ટ > મારું એકાઉન્ટ ડિલીટ કરો પર દબાવો.
- તમારા દેશનો કોડ પસંદ કરો અને તમારો ફોન નંબર લખો.
- ડિલીટ કરો > ડિલીટ કરો પર દબાવો.
તમારા એકાઉન્ટને ડિલીટ કરવાથી:
- WhatsApp પરથી તમારું એકાઉન્ટ ડિલીટ થઈ જશેે.
- તમારા ફોન પરની જૂની ચેટ ડિલીટ થઈ જશે.
- તમારા બધાં WhatsApp ગ્રૂપમાંથી તમને ડિલીટ કરી દેવાશે.
જો તમે તમારું એકાઉન્ટ ડિલીટ કરો, તો:
- તમે તમારા એકાઉન્ટમાં ફરીથી પ્રવેશ મેળવી શકતા નથી.
- ડિલીટ કરવાની પ્રક્રિયા ચાલુ થાય ત્યારથી તમારા WhatsAppની માહિતી ડિલીટ કરવામાં 90 દિવસ સુધીનો સમય લાગી શકે છે. તમારી માહિતીની કોપિ 90 દિવસ પછી પણ બેકઅપ સંગ્રહમાં રહી શકે છે, જે અમે મોટી દુર્ઘટના, સોફ્ટવેરની ખામી કે ડેટા ગુમાવવાના કિસ્સાઓમાં વાપરીએ છીએ. આ સમય દરમિયાન તમારી માહિતી WhatsApp પર ઉપલબ્ધ હોતી નથી.
- આનાથી તમે બનાવેલા ગ્રૂપથી સંબંધિત તમારી માહિતી અથવા બીજા વપરાશકર્તાઓ પાસે રહેલી તમારા વિશેની માહિતી, જેમ કે, તમે તેમને મોકલેલા મેસેજની કોપિ પર કોઈ અસર થતી નથી.
- અમારા ડેટાબેઝમાં તમે કરેલા, તમને આવેલા અને છૂટી ગયેલા કૉલનો રેકોર્ડ રહે છે, પણ તેને તમારા નામથી સેવ કરાતો નથી.
- અમે કાનૂની વાદવિવાદ, શરતોનો ભંગ કે નુકસાન પહોંચાડવાના પ્રયત્નોને અટકાવવાના કિસ્સાઓ માટે પણ તમારી માહિતી રાખી શકીએ છીએ.
- વધુ જાણકારી માટે અમારી પ્રાઇવસી પોલિસીનો કાયદો અને સુરક્ષા વિભાગ જુઓ.
- અન્ય Facebook કંપનીઓ સાથે શેર કરવામાં આવેલી તમારી માહિતી પણ ડિલીટ કરી દેવામાં આવશે.
સંબંધિત લેખ:
Android | iPhone પર તમારું એકાઉન્ટ કેવી રીતે ડિલીટ કરવું તે શીખો