ચેટ સંગ્રહિત કરો વિશેષતા તમને કોઈ ચેટને તમારી ચેટની સ્ક્રીનમાંથી છુપાવવા અને તેને જરૂર પડે ફરી જોવાની સગવડ આપે છે. તમે તમારી ચેટને સારી રીતે ગોઠવવા ગ્રૂપ અને વ્યકતિગત ચેટને સંગ્રહિત કરી શકો છો.
નોંધ: સંગ્રહિત કરો વિશેષતાના વપરાશથી ચેટ રદ્દ નથી થતી કે તમારાં SD કાર્ડ પર બેકઅપ નથી થતી.
તમારી ચેટ હવે સંગ્રહિત થઈ ગઈ છે અને તમારી ચેટ સ્ક્રીન પર દેખાશે નહીં.
તમે એક જ વારમાં વધુ > સેટિંગ > ચેટ અને કૉલ > બધી સંગ્રહિત કરો > હા દબાવીને બધી ચેટ સંગ્રહિત કરી શકો છો.
જ્યારે તમે તે ચેટમાં નવો મેસેજ મેળવશો ત્યારે પણ સંગ્રહિત ચેટ પાછી દેખાશે.
ચેટને કઈ રીતે સંગ્રહિત કરવી એ શીખો: Android | iPhone | WhatsApp Web