ગ્રૂપ વોઇસ કૉલ કેવી રીતે કરવો
ગ્રૂપ કૉલિંગની સુવિધાથી વધુમાં વધુ 8 સભ્યો WhatsApp વાપરીને મફતમાં એકબીજાને વોઇસ કૉલ કરી શકે છે. વૉઇસ કૉલિંગ તમારા મોબાઇલ પ્લાનની મિનિટને બદલે તમારા ફોનનું ઇન્ટરનેટ કનેક્શન વાપરે છે. ઇન્ટરનેટનો ચાર્જ લાગી શકે છે. ગ્રૂપ વોઇસ કૉલ મેળવતી વખતે, ઇનકમિંગ WhatsApp ઓડિયો... સ્ક્રીન પર તે કૉલમાં હોય એ બધા સભ્યો દેખાશે, અને લિસ્ટમાં પહેલા દેખાતા સંપર્કે તમને ઉમેર્યાં હશે. પહેલાંના બધા ગ્રૂપ વોઇસ કૉલ 'કૉલ' ટેબમાં દેખાશે. કૉલમાં ભાગ લેનારા દરેક સભ્યને જોવા માટે તમે પહેલાંના બધા કૉલ પર દબાવી શકો છો. જો છૂટી ગયેલો કૉલ હજી પણ ચાલુ હોય, તો તમે તેમાં જોડાઈ પણ શકો છો.
ગ્રૂપ વોઇસ કૉલ કરવા વિશે
ગ્રૂપ ચેટમાંથી ગ્રૂપ વોઇસ કૉલ કરવા માટે
- તમે જે ગ્રૂપ ચેટમાંથી વોઇસ કૉલ કરવા માગતા હો એ ગ્રૂપ ખોલો.
- જો તમારા ગ્રૂપ ચેટમાં 33 કે તેથી વધુ સભ્યો હોય, તો ગ્રૂપ કૉલ
પર દબાવો. - જો તમારા ગ્રૂપ ચેટમાં 32 કે તેથી ઓછા સભ્યો હોય, તો વોઇસ કૉલ
પર દબાવો અને તમારા નિર્ણયની ખાતરી કરો. પહેલા સાત લોકો જે કૉલ ઉપાડે તે કૉલમાં જોડાઈ શકે છે અને ફક્ત ગ્રૂપના સભ્યો જ ભાગ લઈ શકે છે. - તમે કૉલમાં ઉમેરવા માગો છો એવા સંપર્કો શોધો, પછી વોઇસ કૉલ
પર દબાવો.
કૉલ ટેબમાંથી ગ્રૂપ વોઇસ કૉલ કરવા માટે
- WhatsApp ખોલો, પછી કૉલ ટેબ પર દબાવો.
- નવો કૉલ
> નવો ગ્રૂપ કૉલ પર દબાવો. - તમે કૉલમાં ઉમેરવા માગો છો એવા સંપર્કો શોધો, પછી વોઇસ કૉલ
પર દબાવો.
વ્યક્તિગત ચેટમાંથી ગ્રૂપ વોઇસ કૉલ કરવા માટે
- તમે જે વ્યક્તિગત સંપર્ક સાથે વોઇસ કૉલ કરવા માગતા હો, તેની ચેટ ખોલો.
- વોઇસ કૉલ
પર દબાવો. - એક વાર સંપર્ક કૉલ સ્વીકારે લે, એટલે ખોલો
> સભ્યને ઉમેરો પર દબાવો. - તમે કૉલમાં ઉમેરવા માગતા હો એવો બીજો સંપર્ક શોધો, પછી ઉમેરો પર દબાવો.
- જો તમે વધુ સભ્યોને ઉમેરવા માગતા હો, તો સભ્યને ઉમેરો
પર દબાવો.
ગ્રૂપ વોઇસ કૉલમાં જોડાવા વિશે
ઇનકમિંગ ગ્રૂપ વોઇસ કૉલમાં જોડાવા માટે
- જ્યારે કોઈ વ્યક્તિ તમને ગ્રૂપ વોઇસ કૉલમાં જોડાવા માટે આમંત્રિત કરે ત્યારે તમને નોટિફિકેશન મળશે.
- કૉલની વિગતોની સ્ક્રીનને ખોલવા માટે નોટિફિકેશન પર દબાવો.
- આ સ્ક્રીનમાંથી, તમે કૉલમાં ભાગ લેનારા સભ્યો અને અન્ય આમંત્રિતોનો પ્રિવ્યૂ જોઈ શકો છો.
- કૉલમાં જોડાવા માટે જોડાઓ પર દબાવો.
- કૉલમાં હો તે વખતે, કૉલની માહિતી સ્ક્રીનને ખોલવા માટે ખોલો
પર દબાવો. - કૉલમાં વધુ સંપર્કોને ઉમેરવા માટે સભ્યને ઉમેરો પર દબાવો.
- પહેલાંથી આમંત્રિત કરવામાં આવેલા લોકોને નોટિફિકેશન મોકલવા માટે રિંગ કરો પર દબાવો.
છૂટી ગયેલા ગ્રૂપ વોઇસ કૉલમાં જોડાવા માટે
- WhatsApp ખોલો, પછી કૉલ ટેબ પર દબાવો.
- જો કૉલ કોઈ ગ્રૂપ ચેટથી શરૂ થયો હોય, તો તમે તે ચેટ ખોલી અને જોડાઓ પર દબાવીને જોડાઈ શકો છો.
- જો કૉલ ચાલુ હોય, તો તમે જોડાવા ઇચ્છો તે કૉલ પર દબાવો. આમ કરવાથી કૉલની માહિતી સ્ક્રીન ખુલશે.
- જોડાઓ પર દબાવો.
- ખાતરી કરો કે ગ્રૂપ વોઇસ કૉલ કરતી કે મેળવતી વખતે, તમારી અને તમારા સંપર્કો પાસે સારી ગુણવત્તાવાળું ઇન્ટરનેટ કનેક્શન હોય. વોઇસ કૉલની ગુણવત્તાનો આધાર સૌથી ખરાબ કનેક્શન ધરાવતા સંપર્ક પર રહેશે.
- ગ્રૂપ વોઇસ કૉલ પર હો એ દરમિયાન તમે એ વોઇસ કૉલને વીડિયો કૉલમાં બદલી શકશો નહિ.
- ગ્રૂપ વોઇસ કૉલ પર હો એ દરમિયાન તમે કોઈ પણ સંપર્કને એ કૉલમાંથી દૂર કરી શકશો નહિ. એ કૉલમાંથી બહાર નીકળવા માટે, તે સંપર્કે પોતે તેમના કૉલને કાપવો પડશે.
- બની શકે કે જેની સાથે તમે સંપર્ક તોડ્યો હોય એ વ્યક્તિ ગ્રૂપ વોઇસ કૉલમાં હોય, પણ તમે કે તમારી સાથે સંપર્ક તોડેલી વ્યક્તિ એકબીજાને કૉલમાં ઉમેરી શકશે નહિ.
- વોઇસ કૉલની સુવિધા iPhoneનાં iOS 10 કે તેનાથી નવું વર્ઝન ધરાવતા ફોન પર ઉપલબ્ધ છે.
- તમે WhatsApp દ્વારા ઇમર્જન્સી સેવાના નંબરો લગાડી શકતા નથી; જેમ કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં 911 નંબર. ઇમર્જન્સી કૉલ કરવા માટે, તમારે વાતચીત વ્યવહારની બીજી સગવડો કરવી પડશે.