બેજની સંખ્યા ન દેખાય તો શું કરવું
WhatsApp આઇકન પર બેજની ખોટી સંખ્યા સામાન્ય રીતે તમારા ફોનમાં કોઈ સમસ્યા હોવાને કારણે થાય છે. તેને રિસેટ કરવા માટે આ મુશ્કેલી નિવારણના પગલાં અજમાવો:
- કોઈને કહો તમને નવો WhatsApp મેસેજ મોકલે: આમ કરવાથી મેસેજની સંખ્યા આપમેળે રિફ્રેશ થવી જોઈએ.
- iPhone સેટિંગમાં બેજ ચાલુ છે તેની ખાતરી કરો: iPhone સેટિંગ પર જાઓ, WhatsApp > નોટિફિકેશન પર દબાવો, બેજ ચાલુ અથવા બંધ કરો.
- નોટિફિકેશન સેટિંગ રિસેટ કરો: WhatsApp સેટિંગ પર જાઓ, નોટિફિકેશન > નોટિફિકેશન સેટિંગ રિસેટ કરો પર દબાવો.
- WhatsApp અનઇન્સ્ટોલ કરો: ઍપ પર દબાવી રાખો, પછી ઍપ દૂર કરો > ઍપ ડિલીટ કરો > ડિલીટ કરો પર દબાવો. પછી WhatsApp ફરીથી ઇન્સ્ટોલ કરો.