WhatsApp પર કનેક્ટ કરી શકતા નથી
જો તમે WhatsApp પર મેસેજ મોકલી કે મેળવી શકતા નથી, તો તમારું ઇન્ટરનેટ કનેક્શન ન ચાલતું હોય તેવું બની શકે. તમારા ડિવાઇસનું ઇન્ટરનેટ કનેક્શન તપાસવા માટે:
- જુઓ કે તમારા મેસેજ પાસે ચેક માર્કની જગ્યાએ ઘડિયાળનો આઇકન છે કે નહિ. જો હોય, તો એનો અર્થ થયો કે તમારા મેસેજ પહોંચી શક્યા નથી.
- તમારા ડિવાઇસમાં નેટવર્ક સિગ્નલ જુઓ અને એ ઝબક્યા કરે છે કે ખાલી છે તે તપાસો.
મુશ્કેલી નિવારણ
ઇન્ટરનેટ કનેક્શનને લગતી મોટાભાગની સમસ્યાઓ નીચે આપેલા એક કે વધુ પગલાં ભરીને દૂર કરી શકાય છે:
ડિવાઇસ સેટિંગ
- તમારા ડિવાઇસને બંધ કરીને ફરીથી ચાલુ કરો.
- Apple App Store પર ઉપલબ્ધ લેટેસ્ટ વર્ઝનથી WhatsAppને અપડેટ કરો.
- iPhone 'સેટિંગ'
ખોલો અને 'એરપ્લેન મોડ' ચાલુ કે બંધ કરો. - iPhone 'સેટિંગ'
ખોલો > 'મોબાઇલ' પર દબાવો અને 'મોબાઇલ ડેટા' ચાલુ કરો. - iPhone સેટિંગ
ખોલો > વાઇ-ફાઇ પર દબાવો અને વાઇ-ફાઇ ચાલુ કે બંધ કરો. - તમારા ડિવાઇસ માટે ઉપલબ્ધ લેટેસ્ટ વર્ઝનથી તમારા iPhoneની ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કે રિસ્ટોર કરો.
વાઇ-ફાઇ સેટિંગ
- કોઈ જુદા વાઇ-ફાઇ હોટસ્પોટથી કનેક્ટ કરવાનો પ્રયત્ન કરો.
- ખાતરી કરો કે વાઇ-ફાઇ સ્લીપ ફોકસમાં ચાલુ રહે.
- તમારા વાઇ-ફાઇ રાઉટરને રીબૂટ કરો.
- મોબાઇલ સેવા પૂરી પાડનારી તમારી કંપનીનો સંપર્ક કરો અને ખાતરી કરો કે તમારાં APN સેટિંગ સાચી રીતે રાખેલાં છે.
- iPhone સેટિંગ
ખોલો > 'જનરલ' > 'ટ્રાન્સફર કે રિસેટ' iPhone > 'રિસેટ' > 'રિસેટ નેટવર્ક સેટિંગ' પર દબાવો. તમારો પાસકોડ લખો. રિસેટ નેટવર્ક સેટિંગ પસંદ કરો. (આમ કરવાથી તમે સેવ કરેલા વાઇ-ફાઇના બધા પાસવર્ડ ડિલીટ થઈ જશે). - તમે સામાન્ય રીતે વાપરતા ન હો એવા વાઇ-ફાઇ કનેક્શન પર WhatsApp સાથે કનેક્ટ થવામાં મુશ્કેલી આવી રહી હોય, તો નેટવર્ક એડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરો.
- ખાતરી કરો કે તમે બીજા દ્વારા સંચાલિત વાઇ-ફાઇ નેટવર્ક ન વાપરી રહ્યા હો, જેમ કે તમારી ઑફિસ કે યુનિવર્સિટીનું નેટવર્ક. બની શકે કે આ નેટવર્ક પર બીજાં કનેક્શન બ્લોક કે મર્યાદિત કરેલાં હોય.
અન્ય સેટિંગ
- જો તમે લૉક ખોલેલો iPhone કે કોઈ પ્રિ-પેઇડ સિમ કાર્ડ વાપરતા હો, તો તમારે સિમ કાર્ડ માટેના તમારા ડિવાઇસનાં APN સેટિંગને કદાચ ગોઠવવાની જરૂર પડે. વિગતો અને સૂચનાઓ માટે તમારા મોબાઇલ ઓપરેટરનો સંપર્ક કરો.
- WhatsAppને પ્રોક્સી અથવા VPN સેવાઓ સાથે વાપરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું નથી. અમે આ સંરચનાને સપોર્ટ કરતા નથી.
- રોમિંગ બંધ કરો.
સંબંધિત લેખો:
- Android | KaiOS | વેબ કે ડેસ્કટોપ પરથી WhatsApp પર કનેક્ટ કરી શકતા નથી
- તમારા નોટિફિકેશનનું સંચાલન કેવી રીતે કરવું