સ્ટેટસ તમને લખાણ, ફોટો, વીડિયો અને GIF અપડેટ શેર કરવા દે છે, જે 24 કલાક પછી દેખાતાં નથી. તમારા સંપર્કોને સ્ટેટસ અપડેટ મોકલવા અને તેમની પાસેથી મેળવવા માટે, તમારી અને તમારા સંપર્કો પાસે પોતાના ફોનની એડ્રેસ બુકમાં એકબીજાના ફોન નંબર સેવ કરેલા હોય તે જરૂરી છે.
સ્ટેટસ અપડેટ બનાવવા અને મોકલવા માટે
WhatsApp ખોલો > સ્ટેટસ પર દબાવો.
ત્યાર બાદ:
ફોટો લેવા, વીડિયો કે GIF રેકોર્ડ કરવા અથવા ફોનમાં હાજર ફોટો, વીડિયો કે GIF પસંદ કરવા માટે કેમેરા અથવા મારું સ્ટેટસ પર દબાવો. તમે ફોટો, વીડિયો કે GIF સાથે મેસેજ લખી શકો છો કે તેમાં ફેરફાર પણ કરી શકો છો. આ બધું કેવી રીતે કરવું તે તમે આ લેખમાં શીખી શકો છો.
લખાણવાળી સ્ટેટસ અપડેટ બનાવવા માટે લખાણ પર દબાવો. અક્ષર પસંદ કરવા માટે તમે T પર અથવા બેકગ્રાઉન્ડનો રંગ પસંદ કરવા માટે રંગ પર દબાવી શકો છો.
મોકલો પર દબાવો.
બીજી રીતે, તમે કેમેરા પર દબાવીને ફોટો, વીડિયો કે GIF સ્ટેટસ અપડેટ બનાવીને મોકલી શકો છો.
સ્ટેટસ અપડેટ જોવા કે તેનો જવાબ આપવા માટે
કોઈ સંપર્કની સ્ટેટસ અપડેટ જોવા માટે, સ્ટેટસ, પછી સંપર્કની સ્ટેટસ અપડેટ પર દબાવો.
કોઈ સંપર્કની સ્ટેટસ અપડેટનો જવાબ આપવા માટે, જોતી વખતે જવાબ આપો પર દબાવો.