iOS 9 અને તે પછીના વર્ઝન પર સુરક્ષાના ભાગ રૂપે, તમે WhatsApp પર ટચ આઇડી અથવા ફેસ આઇડી ચાલુ કરી શકો છો. જ્યારે આ સુવિધા ચાલુ હોય, ત્યારે તમારે WhatsAppનું લૉક ખોલવા માટે ટચ આઇડી અથવા ફેસ આઇડી વાપરવું ફરજિયાત છે. જો WhatsApp લૉક હોય તો પણ તમે નોટિફિકેશનમાંથી મેસેજના જવાબ આપી શકો છો અને કૉલ પણ ઉપાડી શકો છો.
WhatsAppમાં ટચ આઇડી અથવા ફેસ આઇડી વાપરવા માટે, તમારે પહેલાં iPhone સેટિંગમાંથી તેને ચાલુ કરવું પડશે.
નોંધ: જો ટચ આઇડી અથવા ફેસ આઇડીથી WhatsAppનું લૉક ન ખૂલે, તો તમે તમારા iPhoneનો પાસકોડ લખી શકો છો.